સિલ્વર કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ ઉદ્યોગમાં નવીનતા સાથે શ્રેષ્ઠતાની દીવાદાંડી સાબિત થઈ રહી છે. સફળતા અને વિસ્તરણના નવા આયામોથી એક નવા અધ્યાયની શરૂવાત કરે છે. મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનિત બેડિયાના નેતૃત્વ હેઠળ કંપનીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તન જોવા મળી રહ્યું છે.
પરંપરાગત રીતે સિલ્વર કંપની 2018 સુધી ડોમેસ્ટિક અને એગ્રીકલ્ચર પંપના ઉત્પાદક તરીકે જાણીતી રહી છે. 2019 માં શ્રી વિનિત બેડિયાએ કંપનું સુકાન સંભાળ્યું અને તેને સૌથી ઝડપથી વિકસતી ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટસ બનાવતી કંપનીઓમાં પરિવર્તિત કરી. સિલ્વર હવે શ્રેષ્ઠ મૂલ્યની ઇજનેરી ક્ષમતાઓ સાથે ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા નવા સંશોધનો સાથે ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સના સેક્ટરમાં અગ્રેસર બ્રાન્ડ બની છે.
સિલ્વર કંપની 10,000+ SKU ના પંપ, મોટર્સ, ફેન, એપ્લાયન્સીસ, એગ્રી ઇક્વિપમેન્ટ, લાઇટિંગ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ ઉત્પાદનોના સમાવેશ સાથે વૈવિધ્યસભર ઉત્પાદનનોનો એક વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે. સિલ્વર કંપની દ્વારા વિકસાવવામાં આવેલી અત્યાધુનિક ટેકનૉલોજી સંપૂર્ણપણે ચીન અને બાહ્ય નિર્ભરતાને દૂર કરે છે એટલું જ નહીં ન્યૂ જનરેશન માટેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેના ઉત્પાદનોના વિકાસ અને સંશોધન ક્ષમતા એ કંપનીની ખરી મૂડી છે. ઉપરાંત R&D સુવિધાઓ સાથે ચોકસાઇ અને કડક પરીક્ષણ એ સૌથી મોટી પ્રાથમિકતા છે.
રાજકોટ સ્થિત લોધિકા ખાતે સિલ્વર કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ 60+ એકર જમીનમાં ફેલાયેલી 30+ લાખ ચોરસ ફૂટથી વધુ બાંધકામ ધરાવતી કંપની છે. જેમાં અલગ-અલગ અનેક એકમો છે. જે આ કંપનીનું ડાઇવર્સિફિકેશન સૂચવે છે. છેલ્લા 5 વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં મોટા પાયે રોકાણ કરી કંપનીની સફળતાને આગળ ધપાવી છે.
પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટ LLP ના મેનેજિંગ પાર્ટનર અને પ્રમુખ રોકાણકાર શ્રી અર્પિત ખંડેલવાલે કંપનીમાં વધારાનો 5% હિસ્સો હસ્તગત કરીને સિલ્વરના સંભવિત ગ્રોથમાં વિશ્વાસ દર્શાવ્યો છે. સિલ્વરના ત્રીજા ફંડ રેઈઝિંગ રાઉન્ડમાં, શ્રી અર્પિત ખંડેલવાલે ફરી એકવાર સંપૂર્ણ રકમ માટે સબસ્ક્રાઈબ કર્યું, જે તેમની અને શ્રી વિનિત બેડિયા વચ્ચેની મજબૂત ભાગીદારીને દર્શાવે છે. આ સહયોગ એક મેગા સ્ટોરી બનવા માટે તૈયાર છે, જે અર્થતંત્રમાં મોટું યોગદાન આપે છે સાથે વૈશ્વિક લીડર બનવા માટે ભારતની વિકાસ યાત્રામાં યોગદાન આપીને ‘આત્મનિર્ભર ભારત’ ની ભાવનાને સાકાર કરે છે
શ્રી વિનિત બેડિયાના નેતૃત્વ હેઠળ, સિલ્વરએ છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર દસ ગણી વૃદ્ધિ હાંસલ કરી છે. ગુણવત્તા અને શ્રેષ્ઠતા પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા સાથે શ્રી વિનિત બેડિયાએ મજબૂત મૂલ્યો અને કોર્પોરેટ ગવર્નન્સના ધોરણો સાથે કાર્યપ્રણાલીને પ્રોત્સાહન આપ્યું છે.
કંપનીની આ સફરને ધ્યાનમાં રાખીને જોતાં શ્રી વિનિત બેડિયાએ જણાવ્યું કે, “સિલ્વર અભૂતપૂર્વ વૃદ્ધિ અને સફળતાની મુખ્ય ધારા છે. પ્રતિભાશાળી સ્ટાફ મેમ્બર્સની ટીમ અને હંમેશા નવું કરવાની પ્રતિબદ્ધતા સાથે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીની નિર્ણાયક ભૂમિકા નિશ્ચિતપણે અલગ ઊંચાઈએ પહોંચાડે છે.
અમારા રોકાણકારો દ્વારા સતત દાખવવામાં આવેલા વિશ્વાસથી વાસ્તવમાં અમારા લાંબા ગાળાના આયોજન અને વ્યૂહાત્મક દિશાને મજબૂત સમર્થન મળે છે. અમે અમારા રોકાણકારોના સતત વિશ્વાસ અને સમર્થન માટે ખૂબ જ આભારી છીએ, જે અમને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા અને અમે જે કરી શકીએ છીએ એનાથી ઘણું વિશેષ કરવા માટે પ્રેરિત કરે છે.”
પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટના મેનેજિંગ પાર્ટનર શ્રી અર્પિત ખંડેલવાલે જણાવ્યુ કે , “અમે અમારા રોકાણ માટેના સંબંધને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સાહિત છીએ. આ સંબંધોએ હવે સિલ્વર સાથેની ભાગીદારી તરીકે આકાર લીધો છે. કંપનીની અભૂતપૂર્વ વૃદ્ધિની ગતિ અને વ્યૂહાત્મક નિર્ણયો વાસ્તવમાં અમારા રોકાણકારોની આકાંક્ષાઓને અનુરૂપ છે. સામૂહિક વૃદ્ધિ હાંસલ કરવાની અને વૈશ્વિક ઉત્પાદન માર્કેટ તરીકે ભારતનું સ્થાન મજબૂત કરવામાં યોગદાન આપવામાં સિલ્વરની ક્ષમતા પર મને પૂર્ણ વિશ્વાસ છે. આ રોકાણ કંપનીની ક્ષમતા તેમજ વૈશ્વિક લીડર બનવા તરફ પ્રતિબદ્ધતામાં મારા વિશ્વાસને મજબૂત કરે છે અમે માનીએ છીએ કે, ઊભરતી તકોનો લાભ લેવા અને એની સાથે જોડાયેલા તમામ લોકોનો વિકાસ હાંસલ કરવાની શ્રી વિનિત બેડિયા ક્ષમતા ધરાવે છે.
સિલ્વરના વર્તમાન કૅપ ટેબલમાં સુપ્રસિદ્ધ અગ્રણી રોકાણકારો જેવા કે શ્રી મધુકેલા જેમને કોઈ પરિચયની જરૂર નથી. કેરેટલેનના ભૂતપૂર્વ સ્થાપક શ્રી મિથુન સચેતી અને સિન્ગ્યુલારિટી ફંડના સ્થાપક અને CIO શ્રી યશ કેલાનો પણ સમાવેશ થાય છે
સિલ્વર કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સનું હવે વેલ્યૂએશન 3,600 કરોડ રૂપિયાથી વધુ છે ત્યારે કંપની એની શ્રેષ્ઠતા, નવીનતા અને ગ્રાહકનો સંતોષ પૂરો પાડવાની દિશામાં અડગતાથી આગળ વધી રહી છે.