અમદાવાદ,બુધવાર,31 જૂલાઈ,2024
અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા નદીપારના વિસ્તારમાં આવેલા રિવરબ્રિજ, ફલાય ઓવરબ્રિજ સહિત 32 બ્રિજનું ઈન્સપેકશન કરાવવામાં આવ્યુ હતુ.ગાંધીબ્રિજનું સુપર સ્ટ્રકચર ખરાબ પરિસ્થિતિમાં જોવા મળ્યુ છે.પરિમલ અંડરપાસની દિવાલોમાં તિરાડ જોવા મળી છે. અંજલી, શિવરંજની ફલાયઓવરબ્રિજ સહિતના અન્ય બ્રિજમાં રીપેરીંગ કરાવવુ જરુરી બન્યુ છે.ગુજરાત કોલેજ રેલવે ફલાયઓવરબ્રિજની દિવાલોમાં તિરાડ પડી ગઈ છે.
અમદાવાદ પૂર્વના વિસ્તારમાં આવેલા 37 બ્રિજના ઈન્સપેકશન પછી નદીપારના વિસ્તારમાં આવેલા ૩૨ બ્રિજનું ઈન્સપેકશન પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રા.લી.તથા જીઓ ડિઝાઈન એન્ડ રીસર્ચ પ્રા.લી.એજન્સી દ્વારા કરાવવામાં આવ્યુ હતુ.શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા લેવલ ક્રોસીંગની સ્થિતિનું પણ ઈન્સપેકશન કરવામાં આવ્યુ હતુ.અલગ અલગ બ્રિજના રીપેરીંગ માટે શ્રી રામ ઈન્ફ્રાકેર પ્રા.લી.ને 2.69 કરોડથી કામગીરી સોંપવામાં આવશે.