ટાટા પ્લે લઈને આવે છે બહુપ્રતિક્ષિત ઓફર – ટાટા પ્લે સુપરહિટ સિરિયલ્સ. નોસ્ટાલ્જીયામાં સપડાયેલી, આ નવી વેલ્યુ એડેડ સર્વિસ સબ્સ્ક્રાઇબર્સ માટે 2000 ના દાયકાના સુપ્રસિદ્ધ શોને પાછી લાવશે. સ્ટાર પ્લસ દ્વારા પાવર્ડ આ સેવામાં લાખ્ખો લોકોનાં હૃદયને સ્પર્શનાર અને હજુ પણ કટ્ટર ચાહકો ધરાવતા ચેનલના સૌથી લોકપ્રિય શો ફરીથી ચલાવશે. આ શો કોઈ પણ ટીવી ચેનલ પર હવે ઉપલબ્ધ નહીં હોવાથી તે ફરી ચલાવવા માટે વારંવાર માગણી થઈ રહી હતી.આ લોન્ચ પર બોલતાં ટાટા પ્લેના ચીફ કમર્શિયલ અને કન્ટેન્ટ ઓફિસર પલ્લવી પુરીએ જણાવ્યું હતું કે, “અમારા સંશોધનમાં વહાલા ક્લાસિક શો માટે નોંધપાત્ર માગણી હોવાનં જોવા મળ્યું હતું. મોટો દર્શક વર્ગ કસૌટી, કહાની વગેરે જેવી આઈકોનિક પ્રોપર્ટીઝ પાછી આવે તે માટે ઉત્સુક છે તે જોતાં અમે તેની પર પુનઃવિચાર કર્યો અને દર્શકોના મન પર આજ સુધી મજબૂત છાપ છોડનાર આ પથદર્શક કાર્યક્રમો લાવવાની તૈયારી કરી છે. અમે આ રત્નોમાં નવો પ્રાણ ફૂંકવા અને ટાટા પ્લે સુપરહિટ સિરિયલ્સના રૂપમાં પરિવારોને તેમના સમકાલીન સ્પર્શ સાથે પાછા લાવવા માટે સ્ટાર પ્લસ સાથે જોડાણ કર્યું છે.”ટાટા પ્લે સુપરહિટ સિરિયલ્સ તે દાયકામાં રાજ કરનારી કન્ટેન્ટની મંત્રમુગ્ધ કરનારી લાઈન-અપ પાછી લાવશે. મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી મહિલાનાં મુખ્ય પાત્રો અને ગૂંચભરી પારિવારિક ગતિશીલતા સાથે કહાની ઘર ઘર કી, કસૌટી ઝિંદગી કે, કુમકુમ- એક પ્યારા સા બંધન, કહીં કિસી રોઝ તેમ જ પાત્રો અને વાર્તાઓના સમૃદ્ધ કલેકશન સાથેના સમયકાલીન ડ્રામા હાતિમ, ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ અને અચૂક જોવા જેવો રોમાન્સ ડ્રામા નવ્યા સાથે આ સેવા 2000ના સ્ટાર પ્લસના શ્રેષ્ઠતમ શો પાછા લાવી રહી છે.
સ્ટાર પ્લસની આઈકોનિક સિરિયલો કસૌટી ઝિંદગી કે, કહાની ઘર ઘર કી, કુમકુમ- એક પ્યારા સા બંધન ટીવી પર પાછી લાવી
Date: