અમદાવાદ : પારૂલ યુનિવર્સિટીએ અમદાવાદમાં બોપલ ખાતે પારૂલ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ ખાતે હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરીને વિદ્યાર્થીઓના સશક્તિકરણ અને માર્ગદર્શનને પ્રોત્સાહન આપવાની તેની કટીબદ્ધતા દર્શાવી હતી. ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મીશન (જીએસબીટીએમ) દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમના માધ્યમથી વ્યવસાય અને શિક્ષણક્ષેત્રના નિષ્ણાંતો એક પ્લેટફોર્મ ઉપર ઉપસ્થિત થયાં હતાં તથા તેમને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં એઆઇના સંભાવિત લાભો વિશે ચર્ચા કરવાની તક મળી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સતત વધતા વ્યાપને લક્ષ્યમાં રાખીને પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ કેમ્પસમાં એક દિવસીય વર્કશોપ યોજાયો હતો, જ્યાં વિદ્યાર્થીઓને એઆઇના લાભો અને તેના ઉપયોગ વિશે માહિતગાર કરાયા હતાં, આ સેમીનારમાં 117 સહભાગીઓએ ભાગ લીધો હતો તથા રાષ્ટ્રીય-સ્તરની સ્પર્ધામાં 72 ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. આ પ્રેઝન્ટેશનમાં હેલ્થકેર ક્ષેત્રમાં કેવી રીતે એઆઇને એકીકૃત
કરી શકાય તેના વિશે નવા સંશોધન અને દ્રષ્ટિકોણ રજૂ કરાયા હતાં.