IPL એ ભારત સહિત સમગ્ર દુનિયાના ખેલાડીઓને પોતાનો દમ બતાવવાની તક આપી છે. વિશ્વ ક્રિકેટના ઘણા મોટા ખેલાડી આ લીગમાં આવીને પોતાના પ્રદર્શનથી ચાહકોને મનોરંજન પૂરું પાડે છે. આ સાથે જ લાખો-કરોડોની કમાણી પણ કરે છે. તેમ છતાં અમુક ખેલાડી એવા પણ રહ્યાં છે, જેમણે પોતાની હરકતોથી આઈપીએલની ટીમો અને ચાહકોને ઘણી વખત ઉશ્કેર્યાં છે અને હવે આવા જ ખેલાડીઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આ માગ પોતે ફ્રેંચાઈઝીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને કરી છે. બીસીસીઆઈએ વાત માની લીધી તો અમુક ખેલાડીઓ પર પ્રતિબંધ પણ લાગી શકે છે.
મુંબઈમાં બુધવાર 31 જુલાઈએ બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેંચાઈઝી માલિકોની વચ્ચે એક મહત્વની બેઠક થઈ. આ મીટિંગમાં આઈપીએલની આગામી સિઝનને લઈને ઘણા મુદ્દા પર ચર્ચા અને નિર્ણય થયા, જેમાં મેગા ઓક્શન માટે સેલેરી પર્સ, ખેલાડીઓના રિટેન્શનની સંખ્યા, રાઈટ ટુ મેચ અને ઈમ્પેક્ટ પ્લેયર નિયમ જેવા મુદ્દા સૌથી મહત્વના રહ્યાં. આ સિવાય ફ્રેંચાઈઝી માલિક બીસીસીઆઈની સામે આવા વિદેશી ખેલાડીઓનો મામલો પણ ઉઠાવી શકે છે.
જે ઓક્શનમાં તો વેચાઈ જાય છે પરંતુ સિઝન શરૂ થયા પહેલા અચાનક પોતાનું નામ પાછું લઈ લે છે.રિપોર્ટ અનુસાર ફ્રેંચાઈઝી માલિક આ મુદ્દે બોર્ડ પાસે કડક પગલા ઉઠાવવા કે નિયમ બનાવવાની માગ કરી શકે છે. જેથી ઓક્શન બાદ કોઈ ખેલાડીનું નામ પાછું લેવાથી ટીમોનું પ્લાનિંગ બગડે નહીં. તાજેતરમાં જ બીસીસીઆઈ સીઈઓ સાથે એક મીટિંગમાં તો અમુક ફ્રેંચાઈઝી માલિકોએ આવા ખેલાડીઓને IPL થી પ્રતિબંધ મૂકવાની માગ પણ કરી છે. હવે જો તમામ ફ્રેંચાઈઝી આ માગનું સમર્થન કરે છે અને બીસીસીઆઈ આ મુદ્દે પોતાની સંમતિ વ્યક્ત કરે છે તો અમુક ખેલાડી પર પ્રતિબંધ થઈ શકે છે. બીસીસીઆઈએ પણ આ મુદ્દાને મીટિંગના એજન્ડામાં સ્થાન આપીને પોતાના ઈરાદા વ્યક્ત કરી દીધા હતાં. આઈપીએલના લાંબા ઈતિહાસમાં ઘણા વિદેશી ખેલાડી અલગ-અલગ તક પર ટુર્નામેન્ટથી પોતાનું નામ પાછું લઈ રહ્યાં છે. અમુક પારિવારિક કારણોથી ટુર્નામેન્ટની વચ્ચેથી પાછા જતાં રહે છે, તો અમુક ખેલાડી ઓક્શનમાં વેચાઈ ગયા બાદ ટુર્નામેન્ટ શરૂ થયા પહેલા વર્કલોડ મેનેજમેન્ટ કે માનસિક થાકનું કારણ આપીને નામ પાછું લઈ લે છે. ઈંગ્લેન્ડના જેસન રોય, એલેક્સ હેલ્સ અને ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસેન જેવા ખેલાડી 2-3 વખત આવું કરી ચૂક્યા છે. હવે જો બીસીસીઆઈ ફ્રેંચાઈઝીની વાત માને છે તો આ ખેલાડી ક્યારેય IPLમાં રમતાં જોવા મળશે નહીં.