અંતરિક્ષમાં ફસાયેલી સુનીલા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ધરથી 420 કિલોમીટર દૂર સ્પેસ સેન્ટરમાં પ્ત્રકાર પરિષદ યોજી મીડિયા સાથે વાતચીત કરી અને અનેક પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે બોઇંગ વિમાનનું તેમના વિના રવાના થવું તથા મહિનાઓ સુધી ઓર્બિટમાં રહેવું તેમના માટે મુશ્કેલ રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે મને સ્પેસમાં રહેવું ખૂબ ગમે છે. આ મારી મનપસંદ જગ્યાઓમાંથી એક છે.
ગત અઠવાડિયે બોઇંગ સ્ટારલાઇનર કેપ્સૂલની વાપસી બાદ તેમની પ્રથમ સાર્વજનિક ટિપ્પણી છે જે તેમને જૂનમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી લઇ ગયું હતું. નાસા દ્વારા નક્કી કરવામાં આવ્યા બાદ તે અંતરિક્ષમાં રહી ગઇ, કારણ કે ખરાબ કેપ્સૂલમાં તેને પાછી લાવવી જોખમી હતું. સુનીતા વિલિયમ્સનું આઠ દિવસનું મિશન હતું, પરંતુ હવે આઠ મહિનાથી વધુ સમય ચાલવાની આશા છે. સુનીતા વિલિયમ્સે કહ્યું કે ‘આ મારી ખુશીની જગ્યા છે. મને અહીં અંતરિક્ષમાં રહેવું ખૂબ ગમે છે. સુનીતા વિલિયમ્સ પોતાની માતા સાથે કિંમતી સમય વિતાવવાના અવસરને ગુમાવવાના કારણે થોડા સમય માટે પરેશાન થઇ ગઇ હતી. તેમણે કહ્યું કે તે એક જ મિશન પર બે અલગ-અલગ અંતરિક્ષ યાન ઉડાડવા માટે ઉત્સાહિત છે. અમે ટેસ્ટર છીએ, આ જ અમારું કામ છે. અમે સ્ટારલાઇનરને પુરું કરવા માંગતા હતા અને તેને આપણા દેશમાં ઉતારવા માંગતા હતા, પરંતુ તમારે પેજ બદલવું પડશે અને આગામી અવસરને શોધવો પડશે.
સુનીતા વિલિયમ્સે કહ્યું કે સ્ટેશન જીવનમાં પરિવર્તન ‘આટલું કઠિન ન હતું, કારણ કે બંને પહેલાં ત્યાં રોકાઇ ચૂક્યા હતા. તેમણે ઘણા વર્ષો પહેલાં લાંબા સમય સુધી અંતરિક્ષ સ્ટેશનમાં પ્રવાસ કર્યો હતો. અંતરિક્ષ યાનના પાયલૉટના રૂપમાં આ માર્ગમાં થોડો સમય મુશ્કેલ હતો. સ્ટારલાઇનરના પ્રથમ ટેસ્ટ પાયલૉટ તરીકે તેમને આશા ન હતી કે તે ત્યાં લગભગ એક વર્શ રહેશે, પરંતુ તેમને ખબર હતી કે આવી સમસ્યાઓ સર્જાઇ શકે છે, જેના લીધે તેમની વાપસીમાં મોડું થઇ શકે છે. આ ફીલ્ડમાં આવું થયા કરે.
વિલ્મોર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે તે પોતાની સૌથી નાની બહેનના હાઇ સ્કૂલના અંતિમ વર્ષ માટે હાજર રહેશે નહી. વિલમોર અને સુનિતા વિલિયમ્સ સ્ટેશન ચાલક ટુકડીના સભ્ય છે, જે નિયમિત દેખભાળ અને પ્રયોગોમાં વ્યસ્ત રહે છે. વિલ્મોરે એક પત્રકાર પરિષદ દરમિયાન સંવાદદાતાઓને જણાવ્યું હતું કે વિલિયમ્સ થોડા અઠવાડિયામાં સ્પેસ સ્ટેશનની કમાન સંભાળશે. 5 જૂને ફ્લોરિડાથી ઉડાન ભર્યા બાદ આ આ તેમનો બીજો સ્પેસ પ્રવાસ છે.
#WATCH | #NASA astronauts Butch Wilmore and #SunitaWilliams, who have seen their return to earth held by months due to technical problems with the Boeing Starliner, called the delay “testing times” but said they were grateful for more time on the International Space Station… pic.twitter.com/FvZOX3xx4T
— DD News (@DDNewslive) September 14, 2024