સુપરગેમિંગની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઇન્ડો-ફ્યુચરિસ્ટિક બેટલ રોયલ ગેમ, ઇન્ડસે, ગૂગલ પ્લે સ્ટોર પર 50 લાખ ડાઉનલોડ્સ અને iOS એપ સ્ટોર પર 100,000થી વધુ ઇન્સ્ટોલ્સને વટાવીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ભારતની સૌથી ઝડપથી લોકપ્રિય થતી રમતોમાંની એક તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે. તેને ગૂગલ પ્લે દ્વારા તેમના બેસ્ટ ઓફ 2024માં શ્રેષ્ઠ મેડ ઇન ઇન્ડિયા ગેમ તરીકે પણ માન્યતા આપવામાં આવી છે.ઇન્ડસે તેના વિશિષ્ટ ઇન્ડો-ફ્યુચરિસ્ટિક વિશ્વના સેટિંગ દ્વારા ખેલાડીઓને મોહિત કર્યા છે જે ભારતીય સંસ્કૃતિને સહજતાથી ભાવિ સૌંદર્ય, મગ્ન કરી દે તેવા ગેમપ્લે અને સમુદાય-સંચાલિત ઇનોવેશન સાથે ભેળવી દે છે. કોસ્મિયમ ક્લચ, ગ્રજ મિકેનિક અને સંસ્કૃતિ-પ્રેરિત અવતાર તેમજ શસ્ત્રો જેવી રમતની વિશેષતાઓ ખાસ કરીને ખેલાડીઓને ખૂબ પસંદ પડી છે. તેનાથી વ્યૂહાત્મક ઊંડાણ અને ઉત્તેજનપૂર્ણ મેચોનો આનંદ મળે છે.આ લોકપ્રિયતાના આધારે સુપરગેમિંગે તાજેતરમાં મનીલા, ફિલિપાઇન્સમાં વાયજીજી પ્લે સમિટમાં તેની આંતરરાષ્ટ્રીય સમુદાય માટેની પ્રથમ પ્લેટેસ્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશની ઇસ્પોર્ટ્સના કેટલાક ટોચના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. એમાં કાદિલિમાન ઇસ્પોર્ટ્સ વિજયી બની હતી. આ સફળ આંતરરાષ્ટ્રીય પદાર્પણ સમુદાય સાથે તેના ઊંડા મૂળના જોડાણને જાળવી રાખીને સુપરગેમિંગના ખેલાડીઓના સમૂહને વિસ્તૃત કરવાના સ્વપ્ન સાથે મેળ ખાય છે.સુપરગેમિંગના સહ-સ્થાપક અને સીઇઓ રોબી જોહ્ને જણાવ્યું હતું કે, “50 લાખ ડાઉનલોડ્સને વટાવવા એ એક સીમાચિહ્ન કરતાં વિશેષ છે — તે અમારા ખેલાડીઓના ઇન્ડસ માટેના ઉત્સાહનું પ્રતિબિંબ છે.” તેમ તેઓ ઉમેરે છે કે “વાયજીજી પ્લે સમિટમાં અમારી પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્લેટેસ્ટનું આયોજન કરવું એ અમારા માટે બીજી નિર્ણાયક ક્ષણ હતી, અને ગેમિંગ શું હાંસલ કરી શકે છે તે સિદ્ધ કરે છે — તે સંસ્કૃતિઓને જોડવી અને લોકોને એકસાથે લાવી શકે છે. અમે નવી સિદ્ધિઓ હાંસલ કરવા અને ઇન્ડસને વધુ ઊંચાઈઓ પર લઈ જવા, વિશ્વભરના નવા ખેલાડીઓ સુધી પહોંચવા માટે ઉત્સાહિત છીએ”.
વધુમાં ભારતના ઇસ્પોર્ટ્સના માહોલને મજબૂત કરવા સુપરગેમિંગે તેની વર્ષ-લાંબી ક્લચ ઇન્ડિયા મૂવમેન્ટની પણ જાહેરાત કરી છે. આ પહેલ ઑક્ટોબર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી ચાલનારી ઇન્ડસ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટથી શરૂ થાય છે. એમાં રૂ. 2.5 કરોડના ઇનામોનો ખજાનો છે. આ ટુર્નામેન્ટમાં ટોચની ભારતીય અને આંતરરાષ્ટ્રીય ટીમો ચાર સ્પર્ધાત્મક તબક્કામાં ભાગ લેશે.સુપરગેમિંગ ખેલાડીઓના પ્રતિસાદના આધારે નિયમિત અપડેટ્સ સાથે ઇન્ડસને જીવંત રાખવા પ્રતિબદ્ધ છે અને રમતમાં સતત સુધારો થાય તે સુનિશ્ચિત કરે છે. આ પ્રયાસો દર્શાવે છે કે ભારતીય ગેમિંગ પ્રત્યેની વિશ્વની માન્યતાઓને પુનઃવ્યાખ્યાઇત કરવાની સાથે ખેલાડીઓની જરૂરિયાતો અને કામનાઓને પ્રતિબિંબિત કરીને ગેમિંગનો આહ્લાદક અનુભવ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.