અમદાવાદ : સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડ શુક્રવાર, 29 નવેમ્બર, 2024ના રોજ ઇક્વિટી શેર્સના આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા ગુરુવાર, 28 નવેમ્બર, 2024 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ મંગળવાર, 3 ડિસેમ્બર, 2024 છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 420થી રૂ. 441 પર ફિક્સ કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 34 ઇક્વિટી શેર્સ અને ત્યારપછી 34 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. આઈપીઓ 1,91,89,330 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર છે (“Offered Shares”) જેમાં ડો. સોમનાથ ચેટરજી દ્વારા 21,32,148 સુધીના ઇક્વિટી શેર્સ, રિતુ મિત્તલ દ્વારા 21,32,148 સુધીના ઇક્વિટી શેર્સ, સતીષ કુમાર વર્મા દ્વારા 21,32,148 સુધીના ઇક્વિટી શેર્સ (જેમના શેર્સ સંયુક્તપણે સુમન વર્મા પાસે છે) (ડો. સોમનાથ ચેટરજી અને રિતુ મિત્તલની સાથે મળીને, “Promoter Selling Shareholders”), ઓર્બિમેડ એશિયા 2 મોરિશિયસ લિમિટેડ દ્વારા 1,06,60,737 સુધીના ઇક્વિટી શેર્સ (the “Investor Selling Shareholder”), મુન્ના લાલ કેજરીવાલ દ્વારા 7,99,556 સુધીના ઇક્વિટી શેર્સ, સંતોષ કુમાર કેજરીવાલ દ્વારા 13,32,593 સુધીના ઇકવીટી શેર્સ (સાથે મળીને “Individual Selling Shareholders”)નો સમાવેશ થાય છે (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ, ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર અને ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર્સ, સાથે મળીને “Selling Shareholders”). આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1) સાથેના અનુપાલનમાં અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના લઘુત્તમ 50 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” (“QIB Portion”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શન પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં) (“Net QIB Portion”). આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ઓફરના લઘુતમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની બિડ સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને તથા નોન-ઇન્સ્ટિડ્યૂશનલ પોર્શનનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની બિડ સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં તે સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ-કેટેગરીમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જે ઓફરની કિંમતે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.