સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક 285ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર ગેરકાયદે વેપાર અર્થે 33 વખત દુબઈ સહિતનો વિદેશ પ્રવાસ કર્યો હતો.રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ સામે લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ‘સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો 3 મહિના કે 6 મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષકો છે. અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલ પોતાની ફરજની સાથે દુબઈમાં વ્યાપાર કરતા હોઈ, આ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. આચાર્ય સંજય પટેલ યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ના રેસિડન્સ વિઝા ધરાવે છે અને દુબઈમાં બિઝનેસ કરતો હોવાથી અવાર-નવાર માંદગીના બહાને કે અન્ય સત્તાનો દુરુપયોગ કરી દુબઈ પ્રવાસ કરે છે.’
શાળામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો માટે સરકારે કરી લાલ આંખ
— DD News Gujarati (@DDNewsGujarati) November 28, 2024
શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરી ગંભીર બાબત: રાજ્ય કક્ષાના મંત્રી @prafulpbjp pic.twitter.com/6FQhBTgd6h