Friday, November 15, 2024
HomeGujaratAhmedabadટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: ગુજરાત...

ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: ગુજરાત હાઇકોર્ટ

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

Gujarat High Court: પાંજરાપોળથી આઇઆઇએમ સુધીના ફ્‌લાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માતો મુદ્દે થયેલી જાહેરહિતની રિટમાં ગુરૂવારે (22મી ઑગસ્ટ) ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ હેલ્મેટ નહીં પહેરનારાઓને જાગૃત કરવાના પગલાની નહીં પરંતુ તેઓની સામે કડકમાં કડક પગલા લેવા જોઇએ.’ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ‘લોકો એટલા બિન્દાસ છે કે પોતાના જીવ સાથે રમત રમી રહ્યા છે, પરંતુ તેઓ બીજાના જીવ સાથે રમત રમી શકે નહીં. ખાલી ચલણ આપવાથી કોઇ સુધારો નહી આવે, તમારે આવા લોકો સામે અટકાયતી પગલા લેવા જોઈએ અને લાઇસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ.’ આ સૂચન બાદ રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવાની ખાતરી આપી હતી. અમદાવાદ શહેરમાં દ્વિચક્રી વાહનો માટે વાહનચલાવનાર અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટના નિયમનું ફરજિયાતપણે પાલન કરાવવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અગાઉ કરેલા નિર્દેશ બાદ પણ તેની કોઇ અમલવારી નહીં દેખાતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે નારાજગી વ્યકત કરી હતી. સરકારપક્ષને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ‘અમને ખબર છે કે અમુક બાબતોમાં સુધારો આવવામાં સમય લાગે છે, પરંતુ હાલમાં અમને કોઈ સુધારો દેખાતો નથી. અમે જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં કોઇ દ્વિચક્રી વાહનચાલક હેલમેટ પહેરતો નથી.’ આ કેસમાં આજે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટના નિર્દેશોના પાલન મુજબ લેવાયેલા પગલાંની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે ઇ ચલણ કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો :

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ટ્રાફિક નિયમોનુ ચુસ્ત પાલન કરાવવા માટે ટેકનોલોજીની મદદ લેવા પણ સૂચન કર્યું હતું. હાઇકોર્ટે ઈ ચલણની કાર્યવાહીનો અમલ કરવાની બાબત કહીને તેનો પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જણાય તેમના લાયસન્સ કેન્સલ નહીં કરતા પંદર દિવસ કે એક મહિનાના સમય માટે સસ્પેન્ડ કરવા જોઇએ જે એક પ્રકારે પૂરતી સજા છે અને લોકો પછી બીજી વખત ગુનો કરવાની હિંમત કરશે નહી. આ તબક્કે પિટિશનર વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ મીહિરભાઇ ઠાકોરે ટ્રાફિક નિયમોના ભંગ કરતા લોકોના વાહન જપ્ત કરવાનું સૂચન કર્યું હતું. જાહેર રસ્તા અને ફૂટપાથ પર થતાં ગેરકાયદે પાર્કિંગ અને રોંગ સાઇડ ચલાવાતા વાહનો મુદ્દે હાઇકોર્ટે લાલ આંખ કરતાં જણાવ્યું કે,’આવા લોકો સામે પગલા લેવાનો સમય આવી ગયો છે. લોકોને રોંગ સાઇડમાંથી પસાર થવામાં જાણે કે આનંદ આવે છે. ઈ ચલણના ઠગલાબંધ કેસો પડતર છે અને તેના માટે એક મેજીસ્ટ્રેટની અલગ કોર્ટ ચાલે છે. ટ્રાફિક ભંગના ગુનામાં લાયસન્સ 20 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવું જોઇએ.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here