ઇવી ચાર્જિગમાં ભારતમાં સૌથી મોટા સોલ્યુશન્સ પ્રોવાઇડર અને ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડની પેટાકંપની ટાટા પાવર ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ લિમિટેડે આજે જણાવ્યું કે ભારતમાં માલવાહનો (કૉમર્શિયલ વ્હિકલ –સીવી) બનાવતી સૌથી મોટી કંપની ટાટા મોટર્સ સાથે દરેક મેટ્રો સિટીમાં – મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગાલુરુ અને કોલકાતામાં – 200 ફાસ્ટ ચાર્જિગ સ્ટેશન્સ બનાવવા માટે સમજૂતિ કરાર (એમઓયુ) કર્યાં છે. ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ એ ટાટા પાવરની પેટા કંપની છે. આ વ્યૂહાત્મક પગલાંથી, ખાસ કરીને નાના ઇલેક્ટ્રિક માલવાહનો સરળતાથી ચાર્જિંગ કરી શકે તે માટેના, ટકાઉ મોબિલિટી સોલ્યુશન પૂરા પાડવા માટેના તેમના વર્તમાન સહકારનું વિસ્તરણ થયું છે.આ પહેલના ભાગરૂપે ટાટા મોટર્સ અને ટાટા પાવર ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક માલવાહનોના માલિકો માટે ચાર્જિગના ખાસ દર રાખશે, જેનાથી ગ્રાહકોનો વપરાશ ખર્ચ નીચો રહેશે અને નફો વધશે. સમગ્ર દેશમાં માલવાહનોના વપરાશકારો ટૂંક સમયમાં જ ચાર્જિંગ નેટવર્કના આયોજીત વિસ્તરણથી વ્યૂહાત્મક સ્થળો પર સ્થિત લગભગ 1,000 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન્સનો લાભ લઈ શકશે.ટાટા મોટર્સના વાઇસ પ્રેસિડન્ડ એન્ડ બિઝનેસ હેડ -એસસીવીએન્ડપીયુ શ્રી વિનય પાઠકે જણાવ્યું હતું કે, “દેશના અનુકૂળ સ્થળો પર ફાસ્ટ ચાર્જરની સુલભતા સુનિશ્ચિત કરીને ઇલેક્ટ્રિક માલવાહનોના પરિદ્રશ્યને બદલવા ટાટા પાવર સાથેની ભાગીદારી મજબૂત કરવામાં અમે ખુશી અનુભવી રહ્યા છીએ. વૈશ્વિક કક્ષાના ઇલેક્ટ્રિક વાહનો એન્જીનિયર કરવાનો અને તેનું ઉત્પાદન કરવાનો અમારો પ્રયાસ તો રહ્યો જ છે, સાથે સાથે પર્યાવરણલક્ષી અને ધુમાડા-મુક્ત વાહનોનો વપરાશ વ્યાપક બનાવવા જરૂરી માહોલ ઊભો કરવામાં પણ આ ભાગીદારીથી મદદ મળશે. આ ભાગીદારી ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારે પર્યાવરણલક્ષી બનાવવા માટે રિન્યુએબલ એનર્જીના વપરાશના વિકલ્પ પણ ચકાસશે.”
ટાટા પાવર રિન્યુએબલ એનર્જી અને ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક માલવાહક ગાડીઓ માટે 200 ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા એમઓયુ કર્યા
Date: