18મેના વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ: અરબી સમુદ્રમાં વાવાઝોડું તૌક્તે સક્રિય અને વાવાઝોડું વધુ મજબૂત બનીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે.18મેના વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ પોર્ટ પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 18 મેના વાવઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. ત્યારે દરિયાના મોજાની તીવ્રતા વધી જશે અને 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે.ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, 16થી 18 ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 16મેના અમદાવાદ, આણંદ, ભરૂચ,સુરત,ડાંગ,નવસારી, વલસાડ, તાપી,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા,કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તો ગીર સોમનાથ, દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.17 મેના બનાસકાંઠા, પાટણ,ખેડા,અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત,સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા,કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ભરૂચ,નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દિવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે18 મેના વાવાઝોડુ ગુજરાત ના દરિયા કિનારા નજીક પહોંચી જશે. વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવશે.સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.