શિયાળા માં આપણને ગરમાહટની જરૂર હોય છે જે વિવિધ જડીબુટ્ટીઓ અને મસાલા ખાવાથી પ્રાપ્ત કરી શકાય છે. દરેક જડીબુટ્ટી, મસાલા અથવા કોમ્બિનેશનનો અલગ-અલગ હેતુ છે અને આપણે એ પસંદ કરવાનું છે કે આપણા ડાયટમાં શેનો સમાવેશ કરવો. શિયાળાના ડાયટમાં હાઈ ફેટ અને હાઈ કોલેસ્ટ્રોલવાળા ખોરાક ખાવા જોઈએ જેમકે ડ્રાય ફ્રૂટ્સ, માંસ અને ઘી. શરીરને ગરમ અને પાચનતંત્રને ચાલુ રાખવા માટે હર્બલ ચા નો સમાવેશ કરવો જોઈએ. એવા ઘણા કારણો છે જેને લીધે તમારે મસાલેદાર ચા પીવી જોઈએઅને તેમાંથી કેટલાક નીચે મુજબ છે.
1. એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે
મસાલાવાળી ચામાં એન્ટીઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે,જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ ફ્લૂ અને અન્ય વાયરસ સામે લડવામાં મદદ કરે છે.
2. સોજાથી રાહત અપાવે છે
આ ગરમ મિશ્રણની ચુસ્કી લેવાથી સોજો અને ખરાશ ઓછા થાય છે. એવું માનવામાં આવે છે કે કેસરની ચા પીવાથી અથવા ઉકળતા પાણીમાં થોડા લવિંગ નાખીને પીવાથી શરીરમાં સોજો ઓછો થાય છે અને પીડાથી રાહત મળી શકે છે.
3. તમારો મૂડ સેટ કરે છે
શિયાળાના મહિનાઓમાં આપણે ક્યારેક હતાશા અનુભવીએ છીએ અને ચોકલેટ ખાવા લાગીએ છીએ. આવા મનપસંદ ફૂડ્સ ખાઓ ત્યારે તેને હર્બલ ચા પીવા સાથે બેલેન્સ કરવું જોઈએ. તમારા ડાયટમાં લવંડર, કેમોમાઈલ અથવા એલચીની ચાનો સમાવેશ કરવાથી તમને શાંત રહેવામાં મદદ મળશે.
4. પાચનને હેલ્ધી બનાવે છે
ભારે ભોજનનું સેવન સાથે બેસવાનું અને હલનચલન ટાળવાની વૃત્તિથી શિયાળામાં પાચન સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. આદુ, ફુદીનો અથવા વરિયાળીની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટની તકલીફમાં રાહત મળે છે. ખાસ કરીને જો તે ભોજન પછી અથવા તેની વચ્ચે પીવામાં આવે.
5. બ્લડ સરક્યુલેશન વધારવામાં મદદરૂપ
શિયાળાના મહિનાઓમાં કસરતના અભાવને કારણે આપણું શરીર સખત થઈ જાય છે અને તેનાથી રક્ત પરિભ્રમણ (Blood Circulation) પ્રભાવિત થાય છે. તજની ચા પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત બ્લડ શુગરને આંતરિક રીતે સુધારવામાં મદદ મળે છે.