સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે શ્રીલંકાને તેના જ ઘર આંગણે ત્રણ મેચોની T-20 સિરીઝમાં ક્લિન સ્વીપ કર્યું છે. આ સાથે જ ભારતીય ટીમે ક્લિન સ્વીપના મામલે ઐતિહાસિક રેકોર્ડ સર્જીને પાકિસ્તાનને પછાડી દીધું છે. હકીકતમાં ભારતીય ટીમ ત્રણ મેચોની T-20 સિરીઝમાં સૌથી વધુ 9 વાર ક્લિન સ્વીપ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. બીજા નંબર પર પાકિસ્તાન છે જેની આ સિદ્ધિ 8 વખત હાંસલ કરી છે.
અફઘાનિસ્તાન છ અને ઓસ્ટ્રેલિયાએ ચાર વાર ક્લિન સ્વીપ કર્યું છે. ભારતીય ટીમએ શ્રીલંકા સામે તેના જ ઘર આંગણે બે વાર ત્રણ મેચોની T-20 સિરીઝ રમી અને તેમાં પ્રથમ વખત ક્લિન સ્વીપ કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારત શ્રીલંકા વચ્ચે ત્રીજી મેચ ટાઈ રહી હતી. ત્યારબાદ સુપર ઓવરમાં ભાર કે ટીમે જીત નોંધાવીને સીરીઝ 3-0થી પોતાના નામે કરી હતી.