વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ દ્વારા સાણંદ સ્થિત એપલ ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાયેલ પ્રાદેશિક કક્ષાની ઓલોમ્પિયાડ પરીક્ષા કે જેનો વિષય “Future Innovative Programme” હતો. તેમાં દિવ્યપથ સ્કૂલ, મેમનગર – અમદાવાદના ત્રણ તેજસ્વી વિધાર્થીનીઓએ વિશિષ્ટ પરિણામ 138.5 નો score મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું હતું.દિવ્યપથ સ્કૂલના એન્જલ નાયક, ખ્વાઇસ મહેશ્વરી અને આર્યા મહેતા એ ત્રણ પરીક્ષાર્થીઓએ સફળ પ્રયાસ કરી, જુનિયર કેટેગરીમાં સ્પર્ધા કરનાર ઓલોમ્પિયાડ પરીક્ષાર્થીઓમાં *અમદાવાદ રિજનલ કક્ષાએ પાંચમો ક્રમાંક મેળવી એકમાત્ર સફળ ટીમ પુરવાર થયેલ.ઓલોમ્પિયાડ પરીક્ષા માટે તેઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શ્રી મયંકભાઇ પાંડે સરનો પુરૂષાર્થ અવિસ્મરણીય રહેશે.એન્જલ નાયક ના શબ્દોમાં કહીએ તો ફ્યુચર ઈનોવેટિવ પ્રોગ્રામથી તેમની સંશોધન શકિત ખીલી છે. ખ્વાઇસ ની ખ્વાઇસ હતી કે ઓલોમ્પિયાડ પરીક્ષામા અસાધારણ સિદ્ધિ મેળવવી, એમનું તે સ્વપનું સાકાર થયું.આર્ય મહેતાના મુખમાંથી શબ્દો સરી પડયા કે ઓલોમ્પિયાડની તૈયારી કરતા મારો IQ વધ્યો છે. શાળા ની Next Generation Tech ટીમ આગામી ૬ ઓક્ટોમ્બર, ૨૦૨૪ ના રોજ અમદાવાદ ના સાયન્સ સિટી સંકુલ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનાર છે ત્યારે તેમની જ્વલંત સફળતા માટે શાળા પરિવાર શુભેચ્છા પાઠવે છે.