નોરતાની રાત હોય અને સાથે સખીઓનો સાથ હોય તો યાદગીરી તરીકે સેલ્ફીની એક ક્લિક જરૂરી બની જાય છે. જોકે રાતના સમયે સેલ્ફી ક્લિક કરવી હોય તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે. આવી રીતે સેલ્ફી ક્લિક કરવામાં આવે તો એ જીવનભરની મહામૂલી યાદગીરી બની જાય છે. Âલાઇટિંગ પર આપો ધ્યાન સ્માર્ટફોન કેમેરાનાં સેન્સર પ્રમાણમાં નાના હોય છે એટલે સારી ક્વોલિટીની સેલ્ફી ક્લિક કરવા માટે શક્ય એટલી વધારે લાઇટની જરૂર હોય છે. આના કારણે રાતના સમયે ફોનથી સારી સેલ્ફી ક્લિક કરવી હોય તો લાઇટિંગ પર ખાસ ધ્યાન આપવું જોઇએ. રાતના સમયે તમારે સેલ્ફી ક્લિક કરવી હોય તો સૌથી પહેલાં લાઇટનો યોગ્ય સોર્સ શોધો. આ સોર્સ સ્ટ્રીટલાઇટ, ઘરની લાઇટ કે પછી મીણબત્તી હોઇ શકે છે. જરૂર પડે તો ઇલેકટ્રોનિક ડિવાઇસની સ્ક્રીનનો ઉપયોગ પણ લાઇટ સોર્સ તરીકે કરી શકાય છે. આ તમામ લાઇટ સોર્સની તીવ્રતા અલગ અલગ હોય છે જેના કારણે સેલ્ફીનું પરિણામ પણ અલગ અલગ મળે છે. તમારી તસવીર કઇ રીતે હાઇલાઇટ થશે એનો આધાર પ્રકાશની તીવ્રતા પર છે. સેલ્ફીની ગુણવત્તાનો મોટો આધાર સેલ્ફી સમયની તમારી પોઝિશન પર રહેલો છે. જો તમે ઉભા હો અને પાછળથી સીધો લાઇટ સોર્સ આવતો હોય તો તમારી ઇમેજ છાયાચિત્ર જેવી ઉપસીને આવશે. જો તમારે તેજસ્વી સેલ્ફી જોઇતી હોય તો લાઇટ સોર્સ ચહેરાની સામે રાખવો જોઇએ. જોકે સેલ્ફી ક્લિક કરતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે તમારા હાથનો પડછાયો શોટમાં ક્લિક ન થઇ જાય. Âયોગ્ય બેકગ્રાઉન્ડ કોઇ પણ તસવીરની સુંદરતાનો મોટો આધાર એનાં બેકગ્રાઉન્ડ પર રહેલો છે. બેકગ્રાઉન્ડ વગરની તસવીર બોરિંગ લાગે છે. સારી તસવીર ક્લિક કરવી હોય તો બહુ બ્રાઇટ ન હોય એવા બેકગ્રાઉન્ડની પસંદગી કરવી જોઇએ. જો આઉટફિટ સામાન્ય હોય પણ બેકગ્રાઉન્ડ સરસ હોય તો તસવીરની સુંદરતા નીખરી જાય છે. Âરિયર કેમેરાનો ઉપયોગ મોટાભાગના મલ્ટિ-કેમેરા સ્માર્ટફોનમાં પ્રાઇમરી રિયર કેમેરાની ગુણવત્તા ફોનના બીજા કોઇ કેમેરા કરતા વધારે સારી હોય છે. રિયર કેમેરાનું સેન્સર મોટું હોય છે અને પિક્સેલ પણ વધારે મળી શકે છે. જોકે રિયર કેમેરાથી સેલ્ફી લેવાનું સૌથી મોટું નુકસાન એ છે કે તમે તમારી જાતને એમાં જોઇ શકતા નથી, પણ આ કેમેરાથી ક્લિક કરાયેલી સેલ્ફી વધારે ક્લિયર અને સારી આવે છે. Âશક્ય હોય ત્યાં ટ્રાઇપોડનો ઉપયોગ જો શક્ય હોય તો રાત્રે સેલ્ફી લેતી વખતે ટ્રાઇપોડનો ઉપયોગ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે. આનાથી કેમેરો સ્ટેડી રહે છે અને ઇમેજ બ્લર થતી નથી. હાલમાં માર્કેટમાં એવી સેલ્ફી સ્ટિક ઉપલબ્ધ છે જેનો ઉપયોગ ટ્રાઇપોડ તરીકે પણ કરી શકાય છે. આ પ્રકારનું ટ્રાઇપોડ નાનું હોય છે અને એનું પરિવહન સરળ હોય છે.