Quotes: પોતાના જોખમે બીજાઓને મદદ કરનારાઓનું જીવન સાર્થક ગણાય..

0
50
એક ઉચ્ચ સરકારી અધિકારીએ સર્જનાત્મક રીતે વિચારીને કોરોના વિરુદ્ધની લડાઈમાં અનોખું યોગદાન આપ્યું
એક ઉચ્ચ સરકારી અધિકારીએ સર્જનાત્મક રીતે વિચારીને કોરોના વિરુદ્ધની લડાઈમાં અનોખું યોગદાન આપ્યું

૧૭ એપ્રિલ, ૨૦૨૧ના દિવસે સાંજના પાંચ વાગ્યે મહારાષ્ટ્રના વાંગણી રેલવે સ્ટેશન પરથી ઉદયન એક્સ્પ્રેસ પસાર થવાની હતી એની થોડી વાર પહેલા જ એક પ્રજ્ઞાચક્ષુ મહિલા સંગીતા અર્જુન શિરસાટ તેનાં છ વર્ષના પુત્ર સાહિલ સાથે એ પ્લેટફોર્મ પર ચાલી રહી હતી. સંગીતાની સાથે ચાલી રહેલો તેનો દીકરો સાહિલ અચાનક રેલવે ટ્રેક પર પડી ગયો!સંગીતા જોઈ શકતી નહોતી પરંતુ ઝડપથી નજીક આવી રહેલી ટ્રેનનો અવાજ તે સાંભળી શકતી હતી. તેણે ચીસાચીસ કરી મૂકી.સંગીતાનો દીકરો રેલવે ટ્રેક પર જયાં પડ્યો હતો એનાથી ૬૦ મીટર દૂર પ્લેટફોર્મ પર એક યુવાન રેલવે કર્મચારી મયુર સખારામ શેલકે ઊભો હતો તે એ ટ્રેનને સિગ્નલ આપવા માટે ઊભો હતો. તેણે જોયું કે એ પ્લેટફોર્મ પર કરજતની દિશામાં ચાલી રહેલી એક પ્રજ્ઞાચક્ષુ મહિલાનો નાનો છોકરો રેલવે ટ્રેક પર પડી ગયો છે. 
એ દરમિયાન તે નાનો છોકરો પ્લેટફોર્મ પર ચડવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તે છ વર્ષના બાળકની ઊંચાઈ એટલી નહોતી કે તે પ્લેટફોર્મ પર પોતાની મેળે ચડી શકે.પોઈન્ટ્સમેન મયુર શેલકેએ વિચાર્યું કે હું જો લીલીને બદલે લાલ ઝંડી ફરકાવું તો ડ્રાઈવર ટ્રેન ઊભી રાખશે, પરંતુ ટ્રેન એટલી નજીક હતી કે એટલી ઝડપથી રોકાઈ શકે એમ નહોતી.શેલકેએ એક જ ક્ષણમાં નિર્ણય લઈને રેલવે ટ્રેક પર કૂદકો માર્યો. તે એ બાળક તરફ દોડ્યો. તેણે તે નાના છોકરાને ઊંચકીને પ્લેટફોર્મ પર ચડાવ્યો. ત્યાં સુધીમાં ટ્રેન એકદમ નજીક આવી ચૂકી હતી. શેલકેને મોત નજર સામે દેખાઈ રહ્યું હતું, પરંતુ તેણે પૂરી તાકાત લગાવીને કૂદકો માર્યો અને તે પ્લેટફોર્મ પર ચડી ગયો અને એ જ વખતે ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ, શેલકે થોડીવાર સુધી સ્તબ્ધ બનીને પૂતળાની જેમ ઊભો રહી ગયો અને એ ટ્રેનને પસાર થતી જોઈ રહ્યો. એ દરમિયાન પ્લેટફોર્મ પર ઊભા રહેલા બીજા લોકો તેની પાસે દોડી આવ્યા હતા. તેમણે તેને તાળીઓથી વધાવી લીધો. ત્યારે શેલકેને સમજાયું કે તેણે એક નાનકડા બાળકને બચાવીને બહુ મોટું કામ કર્યું છે.એ વખતે પેલી હાંફળીફાંફળી બનેલી દૃષ્ટિહીન માતાએ તેના દીકરાને ગળે વળગાડી લીધો અને તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેને સમજાયું કે તેનો દીકરો મરતા મરતા બચી ગયો છે.શેલકેએ પોતાના જીવના જોખમે તે બાળકને બચાવવા માટે જે સાહસ ખેડ્યું એ વાંગણી સ્ટેશનના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયું અને પછી તો એ વીડિયો ખૂબ વાયરલ થયો. એ ઘટના વિશે રેલવેમંત્રી પીયૂષ ગોયેલને ખબર પડી ત્યારે તેમણે જાતે મયુર શેલકેને કોલ કરીને અભિનંદન આપ્યા.એ પછી બે દિવસ બાદ વાંગણી સ્ટેશનથી ૧૩૦ કિલોમીટર દૂર ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસમાં તેનું સન્માન કરાયું. સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર સંજીવ મિત્તલ અને મુંબઈ ડિવિઝનના ડિવિઝિનલ રેલવે મેનેજર શલાભ ગોયેલે શેલકેની હિંમતને બિરદાવીને તેને શાબાશી આપી. અને તેને પચાસ હજાર રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કરાયું.કોઈ વ્યક્તિ પોતાના જીવનું જોખમ ઉઠાવીને કોઈ વ્યક્તિને બચાવવાની કોશિશ કરે એવા બહુ ઓછા કિસ્સાઓ બનતા હોય છે. મયુર શેલકેએ કરી બતાવ્યું. આવા માણસોને રોલ મૉડેલ,  રિયલ લાઈફ હીરો ગણવા જોઈએ.