જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે. પરંતુ હૃદયની નિકટ હોય તેનું વિસર્જન એટલે કે વિદાયની વેળા આવે ત્યારે બહારથી લાગણીશૂન્ય જણાતી વ્યક્તિનું હૃદય પણ ભારે થઇ જાય છે, તો કેટલાકની આંખોમાંથી અશ્રુ પણ વહેવા લાગે છે. આવી જ એક ઘડી એટલે ગણેશ વિસર્જન. આજે અનંત ચતુર્દશી નિમિત્તે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ભક્તો ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આના….’ ની વહાલભરી વિનંતી સાથે દુંદાળા દેવને વિદાય આપશે. જ્યોતિષીઓના મતે ગણેશ વિસર્જન માટે આજે સવારે 9:35 થી બપોરે 2:10 અને રાત્રે 8:20 થી 9:45 દરમિયાન ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જન માટે શ્રેષ્ઠ સમય છે. અમદાવાદમાં આ વખતે 800થી વઘુ નાના-મોટા પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરાયું હતું. આ પૈકી 50 ટકાથી વઘુ મૂર્તિનું વિસર્જન થઇ ચૂક્યું છે. જ્યારે બાકીની તમામ મૂર્તિઓનું આજે સાર્વજનિક સ્થળ તેમજ ઘરમાં વિસર્જન થશે. અમદાવાદમાં અંદાજે 700 જેટલી સોસાયટીઓમાં સાર્વજનિક વિસર્જન કરવાની સાથે 40 હજારથી વઘુ લોકો દ્વારા સ્થાપિત માટીની મૂર્તિનું પણ ઘરમાં જ વિસર્જન કરાશે. ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી કોઇના ઘર-સોસાયટી-ઓફિસમાં તો અનેક જાહેર સ્થળોએ દુંદાળા દેવ વિશિષ્ટ અતિથિ બનેલા છે. વિસર્જનમાં બંદોબસ્ત માટે વહેલી સવારથી મોડી રાત સુધી પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. ડીજેના તાલ, અબીલ ગુલાલ, નાસિક ઢોલ તેમજ ફટાકડા સાથે ગણેશજીનું ભવ્ય સરઘસ નીકળશે.
Let’s give Bappa a green farewell this Ganesh Visarjan! come join hands for a cleaner city and a greener future and be the part of change ♻ #amc #amcforpeople #Trending #LatestNews #GreenVisarjan #CleanCityGreenFuture #SustainableCelebration #EcoGaneshVisarjan #BeTheChange… pic.twitter.com/T62x7dKm28
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) September 12, 2024