ગુજરાતીઓ હંમેશા અવનવી વાનગીઓ ખાવા માટે ઉત્સુક રહેતા હોય છે અને કેટલાક લોકો તો પોતાના પસંદ ની વાનગીઓ ખાવા માટે ટ્રાવેલ પણ કરતા હોય છે એમાં પણ જો મુંબઈ ના સ્ટ્રીટ ફૂડ ની વાત કરવામાં આવે તો એ દરેક ગુજરાતી ની હંમેશા મનપસંદ ની વસ્તુ રહી છે. મધુભન રિસોર્ટ દ્વારા 19મી ઓગસ્ટ સુધી મુંબઈ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ના લોકો ને મુંબઈ ની સ્ટ્રીટ ની દરેક ઓથેન્ટિક વાનગીઓ ટેસ્ટ કરવા મળશે. આ ફેસ્ટીવલ 24 સેવન- વર્લ્ડ ક્યુઝીન રેસ્ટોરન્ટ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે.મધુભન રિસોર્ટ ના શેફ છગન એ જણાવ્યું કે ” પાવભાજી થી લઈને બોમ્બે સેન્ડવીચ સુધી, આ ફેસ્ટ તમને વિશિષ્ટ મુંબઈકર લિપ સ્મેકીંગ ફ્લેવરના રોલર કોસ્ટર પર લઈ જશે.મુંબઈ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે જાણીતું છે અને તેની ઘણી બધી વાનગીઓને ભેળવવામાં આવી છે અને તેને મોહક વાનગીઓમાં પરિવર્તિત કરવામાં આવી છે જે હવે મુંબઈની સ્ટ્રીટ્સ માં ખુબ જ સ્વાદિષ્ટ માનવામાં આવે છે.”મધુભન રિસોર્ટ ના એકઝીકયુટીવ શેફ રાકેશ પ્રસાદ એ જણાવ્યું કે “મેં ખાસ કરીને ફૂડ વિશે અનુભવવા માટે વરસાદની મોસમમાં મુંબઈની મુસાફરી કરી છે અને મુંબઈમાં સ્ટ્રીટ ફૂડ અજમાવીને ફૂડ સફર ની યાદો વિકસાવી ને આ ફૂડ ફેસ્ટિવલ માટે મુંબઈ નું ઓથેન્ટિક ફૂડ બનાવ્યું છે. અમે ખાઉં ગલી જેવું ડેકોરેશન કર્યું છે જેમાં મુંબઈ નું ફ્લેવર ઉમેર્યું છે. આ ફૂડ ફેસ્ટિવલ માં મુંબઈ ની પ્રખ્યાત ડીશ જેવી કે બોમ્બે પાવભાજી, વડા પાવ, ભજીયા, ભેલ પુરી, રગડા પેટીસ, કાલા ખટ્ટા આઈસ ગોલા, બટાકા રસા, ચોપાટી ચણા જોર, મુંબઈ ફ્રેન્કી, બડે મિયાં કબાબ, ખાઓ ગલ્લી બેન્ડ કબાબ, મુસ્કા બેન્ડ, કોમડી વડા, બગડા ફ્રાય, કુલ્ફી ફાલુદા જેવી અનેક પ્રખ્યાત ડીશ આ ફૂડ ફેસ્ટિવલ માં લોકો માણી શકશે.”