અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે દાડમ, લીંબુ, સીતાફળ, બોર, જામફળ, આંબા
જેવા ફળપાકનું વાવેતર જોવા મળે છે. આ ઉપરાંત, જિલ્લામાં નવીન અને
આશાસ્પદ ફળપાકો જેવા કે કમલમ, અંજીર, ટીસ્યુ ખારેક, મોસંબી જેવા ફળપાકોમાં
વાવેતર વિસ્તાર ઉત્તરોતર વધી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતોમાં ફળપાકોમાં
પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધ્યો છે. બાગાયત ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિ સહિત અવનવા
પ્રયોગો થકી જિલ્લાના ખેડૂતો સફળતા મેળવી રહ્યા છે.
બાગાયત વિભાગ દ્વારા જિલ્લામાં ફળપાક વાવતેર અને ઉત્પાદન વધારવા
તથા વધુ ને વધુ ખેડૂતોને ફળપાક અને બાગાયત ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહિત
કરવાના હેતુ સાથે (Grow More Fruit Crop) કેમ્પેઈન હાથ ધરવામાં આવ્યું છે. આ
કેમ્પેઈન અંતર્ગત જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરવા મારેઆહવાન કરવામાં આવે છે, જેના થકી ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી શકે છે
તેમજ ફળપાક વાવેતર દ્વારા ગ્રીન કવર / ગ્રીનબેલ્ટમાં વધારો કરી પર્યાવરણની
જાળવણીમાં સહભાગી બની શકે છે.
આ કેમ્પેઈન અંતર્ગત ખેડૂતો બાગાયત ખાતા દ્વારા વિવિધ ફળપાક વાવેતર
યોજનાઓ જેવી કે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, આંબા- જામફળ ફળપાક
ઉત્પાદકતા વધારવાનો કાર્યકમ, પપૈયા, ટિસ્યુ કેળ અને ટીસ્યુ ખારેક જેવા
ફળપાકોમાં સહાયનો લાભ લઈ શકે છે. પ્રાકૃતિક પદ્ધતિથી ફળપાક ઊગાડનારા
ખેડૂતોને વધારે પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપવામાં આવે છે.
(Grow More Fruit Crop) કેમ્પેઈનની વધુ માહિતી માટે ખેડૂતો નાયબ
બાગાયત નિયામકની કચેરી, અમદાવાદનો 079-26577316 પર સંપર્ક કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાગાયત વિભાગના સક્રિય પ્રયાસો અને અનેકવિધ
યોજનાઓ તથા પ્રાકૃતિક કૃષિ તરફ પ્રોત્સાહનના લીધે અમદાવાદ જિલ્લામાં છેલ્લાં
પાંચ વર્ષમાં ફળપાકના વાવેતરમાં 23% અને ઉત્પાદનમાં 20%નો વધારો થયો છે.
વર્ષ 2018-19 માં કુલ 4442 હેકટર વિસ્તારમાં ફળપાક વાવેતર થતું હતું,
જેની સામે વર્ષ 2023-24માં 5432 હેક્ટર વિસ્તારમાં ફળપાક વાવેતર થઈ રહ્યું છે.
એ જ રીતે, જિલ્લામાં વર્ષ 2018-19 માં 63,540 ટન ફળપાક ઉત્પાદન મેળવવામાં
આવતું હતું, જે વર્ષ 2023 24 માં 20%ના વધારા સાથે 75,211 ટન થયું છે. ‘ગ્રો
મોર ફ્રૂટ ક્રોપ (Grow More Fruit Crop)કેમ્પેઈન આવનારા દિવસોમાં જિલ્લામાં
ફળપાક વાવેતર અને ઉત્પાદનમાં અનેક ઘણો વધારો કરશે.