અમદાવાદ : મનબા ફાઇનાન્સ લિમિટેડ, નવી ટુ-વ્હીલર (2Ws,) થ્રી-વ્હીલર (3Ws), ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (EV2Ws), ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર (EV3Ws), યુઝ્ડ કાર્સ, સ્મોલ બિઝનેસ લોન્સ અને પર્સનલ લોન્સ માટે નાણાકીય સોલ્યુશન પૂરા પાડતી NBFC-BL છે. કંપનીએ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/-ની મૂળ કિંમતના પ્રત્યેક (“ઈક્વિટી શેર્સ”)ની પ્રાઈસ બેન્ડ રૂ. 114/- રૂ. 120/- પ્રતિ ઈક્વિટી શૅર નક્કી કરી છે.કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઑફર”) સબસ્ક્રિપ્શન માટે સોમવાર, 23 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બુધવાર, 25 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 125 ઇક્વિટી શૅર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 125 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ ભરવાની રહેશે. IPO સંપૂર્ણપણે 1,25,70,000 શેર્સનો નવો ઈશ્યુ છે જેમાં કોઈ ઓફર ઓફ સેલનો હિસ્સો નથી. કંપની તેના તાજા ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા ભંડોળનો મોટો બેઝ નિર્માણ કરી રહી છે.
મનબા ફાઇનાન્સે 1998માં મુંબઈ, મહારાષ્ટ્રમાંથી NBFC તરીકે તેનો વ્યવસાય શરૂ કર્યો હતો અને 2009 થી સમગ્ર રાજ્યમાં શાખાઓ અને સ્થાનોની સંખ્યામાં વૃદ્ધિના માર્ગે તેની કામગીરી વધારી હતી. તેની શાખાઓ શહેરી, અર્ધ-શહેરી અને મેટ્રોપોલિટન શહેરો અને નગરોમાં સ્થિત છે જે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપે છે. મુંબઈ, મહારાષ્ટ્રની બહાર સ્થિત કંપની પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારતમાં છ (6) રાજ્યોમાં 29 શાખાઓ સાથે જોડાયેલા 66 સ્થાનોમાંથી કાર્યરત છે. તેણે સમગ્ર મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 190 થી વધુ EV ડીલરો સહિત 1,100 થી વધુ ડીલરો સાથે સંબંધો સ્થાપિત કર્યા છે. તેણે તાજેતરમાં તેનો લોન પોર્ટફોલિયો યુઝ્ડ કાર લોન્સ, સ્મોલ બિઝનેસ લોન્સ અને પર્સનલ લોન્સ સુધી વિસ્તાર્યો છે અને તે તેના વધુ નવા પ્રોડક્ટ્સ સાથે માર્કેટમાં પ્રવેશ કરવા માટે તેના હાલના નેટવર્કનો લાભ લેવા માગે છે.તે પગારદાર અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓને લોનની મંજૂરી અને વિતરણ માટે ઝડપી ટર્નઅરાઉન્ડ ટાઈમ (TAT) સાથે નાણાકીય ઉકેલો પૂરા પાડે છે. તેના લોન પોર્ટફોલિયોના લગભગ 97.90%માં ટુ-વ્હીલર લોન માટે આશરે રૂ. 80,000 ની એવરેજ ટિકિટ સાઈઝ (ATS) અને થ્રી-વ્હીલર લોન માટે આશરે રૂ. 1,40,000 ની એવરેજ ટિકિટ સાઈઝ (ATS) સહિત નવી વાહન લોનનો સમાવેશ થાય છે. મનબા ફાઈનાન્સ પ્રસ્તાવિત વાહનની ખરીદ કિમતના (ઓન રોડ પ્રાઈસ) 85% સુધીનું ભંડોળ ગ્રાહકને પૂરા પાડે છે. ગ્રાહકોને ભંડોળ કંપની તેની આંતરિક ધિરાણ નીતિઓ, LTV અને ગ્રાહકના હાલના રોકડ પ્રવાહ, CIBIL સ્કોર અને કોલેટરલના આધારે આપે છે.