અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર લોકો આજે (નવમી સપ્ટેમ્બર) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) નિહાળી શકશે. આજે રાત્રે 8 વાગ્યાને 8 મિનિટે સતત 5 મિનિટ સુધી આકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવા મળશે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સલાહકાર અને વૈજ્ઞાનિક ડો. નરોત્તમ સાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના સલાહકાર અને વિજ્ઞાનિક ડો. નરોત્તમ સાહુએ ‘X’ પર લખ્યું કે, ‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નવમી સપ્ટેમ્બર, 2024ના રોજ રાત્રે 8:08 વાગ્યે ગાંધીનગર અને અમદાવાદના આકાશમાં જોઈ શકાશે. 5 મિનિટ માટે આ નજરો જોવા મળશે. તે દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ દિશામાં પસાર થશે. આ કોસ્મિક અજાયબીને જોવાનું ચૂકશો નહીં! માનવ ચાતુર્ય અને અન્વેષણના આ અદ્ભુત સાક્ષી જુઓ!’ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીના બહારના ભાગમાં પરતી એક પ્રયોગશાળા છે. ISSના નિર્માણમાં પાંચ દેશોની સ્પેસ એજન્સીઓએ સહયોગ આપ્યો છે. NASA, Roscosmos (રશિયા), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) અને કેનેડિયન સ્પેસ એજન્સી (CSA) ISSની એસેમ્બલીમાં સામેલ હતા. આ અત્યાર સુધીનું સૌથી મોટું સ્પેસ સ્ટેશન છે.
Look up!
— Narottam Sahoo (@narottamsahoo) September 9, 2024
The #InternationalSpaceStation will grace the #skies of #Gandhinagar and #Ahmedabad tonight, Sept 09, 2024, at 8:08 PM.
Visible for 5 minutes, it will pass from the #southwest to #northeast direction.
Don't miss this #Cosmic wonder!
Witness this marvel of human… pic.twitter.com/d4RpwLbwL4