અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના એક પ્રાઇવેટ યુનિવર્સિટીના રિસર્ચ ‘Daily Tobacco Consumption in Adults of Ahmedabad’માં 882 જેટલા 15 થી 64 વર્ષની ઉંમરના વયસ્કોને તમાકુ અને તેની સાથે થૂંકવાની આદતને તારવતા કેટલાંક તથ્યો જાણવા મળ્યા હતા. જેમાં જાહેરમાં થૂંકનારા લોકોમાંથી 90 ટકા લોકો તમાકુના બંધાણી હોય છે. તે તમાકુ ખાધા પછી સરેરાશ દર દસ મિનિટે થૂંકવાની આદત ધરાવે છે. જો કે આ આદત પણ દરેક વ્યક્તિને અલગ હોઈ શકે છે. એક અંદાજ મુજબ અમદાવાદની આશરે 80 લાખની વસ્તીમાં આશરે 30 લાખ લોકો તમાકુના બંધાણી હોવાનો અંદાજ છે. જે પ્રમાણે એક બંધાણી સરેરાશ એક વાર તમાકુના મસાલા સાથે ત્રણવાર થૂંકતા આખા દિવસમાં તે ત્રીસેકવાર થૂંકે છે. જે ત્રીસ લાખે ગુણવા જતાં લોકો 9 કરોડ વાર થૂંકે છે. જો કે આ બધાં અમદાવાદના જાહેર સ્થળોની દિવાલો પર થૂંકે તો અમદાવાદની દરેક દિવાલોનો રંગ બદલાઈ જાય. જોકે, તેમાંથી પચીસ ટકા લોકો જાહેર સ્થળોની દિવાલોના ખૂણા પર, સીડીઓની દિવાલના ખૂણા પર, મૂતરડીઓમાં અને પોતાના ફ્લેટના જાહેર સ્થળોના ખૂણા પર થૂંકે છે.