રાજકોટમાં ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલ ભયંકર આગને કારણે મૃત્યુ પામેલ લોકોને પરમકૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતી અર્પે તેવા શુભ હેતુથી રાજકોટનાં ન્યારા અને રતનપર ખાતે આવેલ કચ્છની ગાયો માટે યુનીટી સીમેન્ટના પુનીતભાઈ ચોવટીયાએ ૧૮ હજાર કિલો ઘાસ અર્પણ કર્યું.પશુપાલક અને કિશાન મિત્રો જ ગાયમાતાના સાચા પાલક છે. પશુપાલકો અને અને કિશાનમિત્રોને ઘરે ગાય રહે અને ગામડું રણીયામણું થાય તે માટે પ્રયત્ન કરીએ તેવી યુનીટી સીમેન્ટના પુનીતભાઈ ચોવટીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.રાજકોટમાં છેલ્લા ૨૫ વર્ષથી ચલાવવામાં આવતી શ્રીજી ગૌશાળા કે જયાં ૧૮૦૦ થી વધુ ગૌમાતાઓને નિભાવ થઈ રહયો છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પશુપાલકોની ગાયોને પશુપાલકો સાત થી આઠ માસ વનવગડામાં ચરાવવા લઈ જાય છે પરંતુ આ ઉનાળાના ધોમધખતા તાપમાં ૪–૫ મહિના સુધી ગાયોને ચરવા માટે કાંઈ મળતુ નથી તે માટે તેઓ રાજકોટ તથા ચરોતર તરફ, વલસાડ, વાપી, ધરમપુર અને અંબાજી સુધી ગાયો લઈને ચરાવતા આપણે જોઈ શકીએ છીએ. દાતા પરીવારો દ્વારા લીલ સુકુ ઘાસચારાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે અને તે માટે કચ્છના પશુપાલકો પોતાના માલઢોરને લઈને રાજકોટમાં આવેલ ન્યારા ગામ અને રતનપર ગામ ખાતે આશરો લેતા હોય છે તેમને સૌ દાતાઓના સહયોગથી ઘાસ પહોંચાડવામાં આવે છે.આપના અનુદાન થકી જ ગાય બચે છે, પશુપાલકને મદદ મળે છે અને આપના પૈસાથી લીલો ઘાસચારો ખરીદવામાં આવે છે જે થકી ખેડૂતોને આવક થાય છે જેથી ત્રિવેણી સંગમ રચાય છે અને ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અનુદાન આપવા માટે ‘શ્રી વલ્લભીય વૈષ્ણવ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ’ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એકાઉન્ટ નં. 63007765851, જીમખાના રોડ શાખા, જેના IFSC CODE – SBIN0060070 પર અનુદાન મોકલી શકો છો.
ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલ ભયંકર આગને કારણે મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ રૂપે યુનીટી સીમેન્ટના પુનીતભાઈ ચોવટીયાએ રાજકોટનાં ન્યારા અને રતનપર ખાતે આવેલ કચ્છની ગાયો માટે ૧૮ હજાર કિલો ઘાસ અર્પણ કર્યું
Date: