
બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે, પોલીઓલેફિન આધારિત પેકેજિંગ અને ટેક્નિકલ ટેક્સટાઇલ્સના અગ્રણી એવા વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડએ PM પોષણ અભિયાન (મધ્યાહ્ન ભોજન યોજના)ના અમલકર્તા અક્ષય પાત્ર ફાઉન્ડેશનને એક CNG સંચાલિત ડિલિવરી વાહન ભેટમાં આપ્યું છે.વિશ્વના સૌથી મોટા NGO દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું આ અભિયાન દરરોજ હજારોબાળકોને પોષણ પૂરુ પાડે છે. અને હવે તે સસ્ટેનેબલ લોજિસ્ટિક્સ મોડલ તરફ આગળ વધી રહ્યું છે.આ નવી CNG વ્હીકલ દ્વારા દરરોજ આશરે 2,000 ફ્રેશ મિડ-ડે મિલ (તાજું બનાવેલું મધ્યાહ્ન ભોજન) ગાંધીનગર જિલ્લાના 8 થી 10 સરકારી શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે. જે ખર્ચ અને સમય બંનેની બચતકરશે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઈંધણ ખર્ચમાં ઘટાડો કરી પર્યાવરણની સમતુલા જાળવી એક મજબુત મોડલ સ્થાપિત કરશે. વીર પ્લાસ્ટિક્સના CEO શ્રી હરજીવ સિંહે જણાવ્યું હતું કે, ‘વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં મારું માનવું છે કે ટકાઉપણું અને સામાજિક અસર એકબીજાથી અલગ નથી. અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથેની અમારી ભાગીદારી એ ઉદ્યોગક્ષેત્રની નવીનતાથી કેવી રીતે હકારાત્મક પરિવર્તન લાવી શકાય તેનું એક સશક્ત ઉદાહરણ છે. આ CNG વાહન સ્વચ્છ પર્યાવરણ, સ્વસ્થ સમાજ અને પોષિત ભારત તરફનું એક નાનું પણ મહત્વપૂર્ણ પગલું છે.”વીર ગ્રુપની સ્થાપના 1985માં શ્રી કે. એસ. અરોરાએ કરી હતી. આજે કંપનીએ ભારત, યુએસએ અને કેનેડામાં વિવિધ સુવિધાઓ સાથે પોતાનું વૈશ્વિક એન્ટરપ્રાઈઝ વિકસાવ્યું છે. વીર ગ્રુપ સતત પર્યાવરણપ્રેમી મેન્યુફેક્ચરિંગ અને સમાજના કલ્યાણના પ્રયાસોને પોતાના કામગીરીના મુળભુત હિસ્સા તરીકે માનતું આવ્યું છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનના ચીફ રિસોર્સ અને મોબિલાઈઝેશન ઓફિસર (CMO) શ્રી ધનંજય ગંજૂએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘અમે વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના આ ઉદાર યોગદાન માટે હૃદયપૂર્વક આભારી છીએ. આ વાહન અમને ભોજન ઝડપથી પહોંચાડવામાં તો મદદરૂપ થાય છે અને સાથે સાથે પર્યાવરણ જાળવણી અને બાળકલ્યાણ માટેની અમારી સંયુક્ત પહેલમાં પણ ઉપયોગી થાય છે.” આ પહેલ વીર પ્લાસ્ટિક્સ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન વચ્ચે વધતી ભાગીદારીનો એક મજબુત પાયો છે. અગાઉ કંપનીએ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં 100 સરકારી શાળાના બાળકો માટે ડિજિટલ શિક્ષણમાં યોગદાન આપ્યું હતું. હવે કંપની જ્યાં પોતાનો બીઝનેસ ચલાવી રહી છે ત્યાં આસપાસ લાંબા ગાળાના વિકાસના દ્રષ્ટિકોણ સાથેની લાંબા ગાળાની CSR ભાગીદારીઓની શોધખોળ કરી રહી છે . આ ઉદ્ઘાટન સમારોહમાં વીર પ્લાસ્ટિક્સના શ્રી અમિતોજ સિંહ (બિઝનેસ હેડ – સેલ્ફ એડહેસિવ પ્રોડક્ટ્સ), શ્રી ધીરજ જી (હેડ, સસ્ટેનેબિલિટી & કમ્પ્લાઈન્સ), શ્રી ગિરિશ પટેલ (ચીફ ઓપરેટીંગ ઓફિસર – VEarth ડિવિઝન), શ્રી ગિરિશ મિશ્રા (ચીફ ઓપરેટીંગ ઓફિસર – નોન-વૂવન ડિવિઝન), શ્રી તરલ બદાની (હેડ – બેન્કિંગ અને ફાઇનાન્સ), શ્રી હિરેન મહેતા (હેડ – એકાઉન્ટિંગ), શ્રી વિજય પાંડે (હેડ – પ્રોક્યોરમેન્ટ), શ્રી વાસુદેવ મિશ્રા (હેડ – કોમર્શિયલ્સ), જેવા સીનિયર પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગુજરાત ક્લસ્ટર અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાયરામ દાસા અને માર્કેટિંગ, ઓપરેશન્સ અને કિચન મેનેજમેન્ટ ટીમના (નામ અને હોદ્દાઓ સાથે) પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા. આ યોગદાનથી સ્પષ્ટ થાય છે કે જવાબદાર ઉદ્યોગો અને મિશન-આધારિત સંસ્થાઓ એકબીજા સાથે સહયોગ સાધે તોપોષિત, સુશિક્ષિત અને ટકાઉ ભારત તરફ ઝડપથી પ્રગતિ કરી શકાય છે.
વીર ગ્રુપ વિશે:
1985માં શ્રી કે.એસ. અરોરા દ્વારા સ્થાપિત, વીર ગ્રૂપે પિપિ/એચડિપિ ઇન્ડસ્ટ્રિયલ પેકેજિંગ વૂવન બેગના ઉત્પાદનમાં પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. વર્ષો દરમિયાન, કંપનીએ પેકેજિંગ, વૂવન કોટિંગ્સ અને સિવિલ એન્જિનિયરિંગ જેવી વિવિધ એપ્લિકેશનો માટે પોલિઓલેફિન આધારિત ઉત્પાદનોના નિર્માણ અને વિતરણમાં વિશેષતા મેળવી છે. આજે ભારતમાં તેમજ અમેરિકા અને કેનેડા જેવા ત્રણ દેશોમાં ઉત્પાદક એકમો ધરાવતું, વીર ગ્રુપ વૈશ્વિક બજારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. 2021 સુધીમાં વીર ગ્રુપે તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતામાં 24 ગણો વધારો કર્યો છે, જે ગુણવત્તા, નવીનતા અને ગ્રાહકના સંતોષ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
વીર ગ્રુપના મુખ્ય ધ્યેયો:
અમારું મુખ્ય ધ્યેય માત્ર વૃદ્ધિ નહીં, પરંતુ એ જોવાનું પણ છે કે અમારો પહેલો ગ્રાહક છે એ આજે પણ અમારી સાથે રહે અને વર્ષો પછી પણ સારી ગુણવત્તાવાળી સેવા પ્રાપ્ત કરે.
અમારું લક્ષ્ય છે કે અમે વિશ્વના સૌથી મોટા અને વિશ્વસનીય પોલિમર પ્રોસેસિંગ ગ્રુપ્સમાં સ્થાન મેળવીએ.
અમે પેકેજિંગ, સિવિલ એન્જિનિયરિંગ, વોવન કોટિંગ્સ આ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં ગ્રાહકોને સર્વિસ આપવી એ પણ અમારો ધ્યેય છે.અમારો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે – વિશ્વવ્યાપી વિસ્તાર સાથે ગુણવત્તા અને સેવા માટેના ઉચ્ચતમ ધોરણો જાળવવા.
અક્ષય પાત્ર ફાઉન્ડેશન વિશે :
અક્ષય પાત્ર ફાઉન્ડેશન એ એક નફાકારક સંસ્થા નથી (નૉન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન), જે ભારતમાં ભૂખ અને પોષણના અભાવ જેવી સમસ્યા પર કામ કરે છે. ભારત સરકારની PM પોષણ અભિયાન (મિડ-ડે મીલ યોજના)ના પાર્ટનર તરીકે, ફાઉન્ડેશન દરરોજ સરકારી અને સરકાર અનુદાનિત શાળાઓમાં બાળકોને તાજું, ષણયુક્ત અને સ્વાદિષ્ટ મિડ-ડે મીલ (મધ્યાન ભોજન) પૂરું પાડે છે, જેથી તેમના પોષણ અને શિક્ષણને ટેકો મળે. ભારત સરકાર, વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રશાસનો તેમજ અનેક દાતા અનેશુભેચ્છકોના અમૂલ્ય સહયોગથી, અક્ષય પાત્ર ફાઉન્ડેશને માત્ર 5 શાળાના 1500 વિદ્યાર્થીઓથી આ પહેલની શરૂઆત કરી હતી અને આજે વિશ્વના સૌથી મોટા (નફારહિત સંચાલિત) શાળા ભોજન કાર્યક્રમો (સ્કૂલ ફીડિંગ પ્રોગ્રામ) માંથી એક તરીકે વિકાસ પામી છે. આજે તે ભારતમાં 17 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી 23,000 કરતાં વધુ શાળાઓના 22.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પોષણયુક્ત ભોજન પહોંચાડે છે. અક્ષય પાત્ર સતત નવી ભાગીદારી ઊભી કરે છે અને તકનીકી ઉપયોગ દ્વારા લાખો બાળકો સુધી પહોંચે છે. વર્ષ 2000થી અત્યાર સુધીમાં ફાઉન્ડેશન 4 અબજથી વધુ મીલ્સ (ભોજન) પૂરું પાડ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી 2 એપ્રિલ, 2024ના રોજ ન્યુયોર્ક સ્થિત યુનાઇટેડ નેશન્સના મુખ્યમથકે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો: www.akshayapatra.org