શ્રી મગનભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકલાંગ સહાયક કેન્દ્ર દ્વારા છઠો સર્વધર્મ સમૂહ લગ્નોત્સવનું આયોજન
વિકલાંગ સહાયક કેન્દ્ર દ્વારા વિકલાંગના પરિવાર અગરતો વિધવા બહેનો કે જેઓ સામાન્ય આવક ધરાવતા હોય છે તેઓનાં દિકરા-દિકરીઓ માટે અમદાવાદના વટવામાં આવેલ બુખારી પાર્ટી પ્લોટ ખાતે સર્વધર્મ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લગ્નોત્સવમાં 20 જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.આ સમૂહ લગ્નનું આયોજન શ્રી મગનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કે જેઓ વિકલાંગ સહાયક કેન્દ્રના પેટ્રન ચેરમેન પણ છે તેઓનાં આર્થિક સહયોગથી મુખ્યદાતા તરીકે આ સમારોહ સંપન્ન થયો હતો.આ સંસ્થાનાં પ્રમુખ બાબુભાઇ સાબુવાલા કે જેઓ પોતે વિકલાંગ હોવા છતાં પણ છેલ્લા 14 વર્ષથી મગનભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ તેમનાં મોટા ડોનેશનથી આ સંસ્થામાં દર વર્ષે વિકલાંગો માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે.
આ પ્રસંગે શ્રી મગનભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં શિક્ષણ પાછળ જેટલો ખર્ચ નથી કરાતો તેનાથી અનેક ગણો ખર્ચ લગ્નો પાછળ કરવામાં આવે છે.ભારતીય લગ્ન ઉદ્યોગનો વ્યાપ 10 લાખ કરોડ રૂપિયા માનવામાં આવે છે જે ખાદ્ય અને કરિયાણા બાદ બીજા ક્રમે આવે છે.ભારતમાં દર વર્ષે આશરે 80 લાખથી એક કરોડ જેટલા લગ્નો થાય છે. આ લગ્ન ખર્ચમાં મામૂલી 10%નો વધારો કરવામાં આવે અને આ 10% જેટલો ખર્ચ સામાન્ય માણસોથી ચાલતી આવી સંસ્થાઓને કરવામાં આવે તો ઘણું મોટું સમાજ કાર્ય થઇ શકે તેમ છે. તેમણે વિકલાંગોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે કુદરતે તમને જે પણ શારીરિક પરિસ્થિતિ આપી છે તેનો સામનો તમારે પોતે જ કરવો પડશે.તમારા બાળકોને કોઈપણ હિસાબે દુઃખ વેઠીને પણ ભણાવજો અને તેમાં ખાસ કરીને હિન્દી અગરતો ગુજરાતી માધ્યમમાં ભણાવજો,અંગ્રેજીનો મોહ રાખશો નહિ.સરકાર સમક્ષ ઘણાં બધા પ્રશ્નો છે,તમે સંગઠિત થશો અને તમારી ભારપૂર્વક રજૂઆતો હશે અને તમારી વોટબેન્ક પર વર્ચસ્વ હશે તો જ તમને કંઈક મદદ મળી રહેશે.આ સંસ્થાનાં પ્રમુખ બાબુભાઇ સાબુવાલા તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ટીપે-ટીપે સરોવર ભરાય એ રીતે આશરે રૂ.60,000નું કરિયાવર તમામ નવદંપતિને આપ્યું છે તે અભિનંદનને પાત્ર છે.આ સમૂહ લગ્નોત્સવમાં આશરે 1500 જેટલી વ્યક્તિઓ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ પાઠવી શુભેચ્છા આપી હતી.
અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ વરસાદી માહોલ વચ્ચે આયોજીત આ સમૂહ લગ્ન સમારોહમાં શ્રી મગનભાઈ પટેલે હાજરી આપી તમામ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા તેનાથી અહીંના ગરીબ વર્ગના નાગરિકો ભાવવિભોર થઇ ગયા હતા. અન્ય મહાનુભાવોમાં દસ્ક્રોઈ વિધાનસભાનાં ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ (બી.જે.પી) તેમજ ભોજન સમારંભના દાતાશ્રી બાબુભાઇ જે.દેસાઈ કે જેઓએ સંમતિ આપેલ હોવા છતાં તેમનાં વ્યસ્ત શિડ્યુલના લીધે હાજર રહી શકેલ નહોતા.આ સમૂહ લગ્નોત્સવમાં સમારંભનાં સહયોગી તરીકે પારસોલી મોટર્સવાળા શ્રી તલ્હાભાઈ સરેશવાળા, શ્રી રામ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી આશાબેન રબારી,હાલાઇ મેમણ જમાતનાં પ્રમુખ શ્રી અબ્દુલ કાદિરભાઈ મેમણ,ગોપી ક્લબના સંયોજક શ્રીમતી શિલ્પાબેન ઠાકર,ઉદ્યોગપતિ શ્રી સલમાનભાઈ સૈયદ, માસ્ટર ઓફ સેરેમની શ્રી ઈરફાનભાઈ પઠાણ વેગેરે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ભારતમાં શિક્ષણ પાછળ જેટલો ખર્ચ નથી કરાતો તેનાથી અનેકગણો ખર્ચ લગ્નો પાછળ કરવામાં આવે છે : શ્રી મગનભાઈ પટેલ
Date: