Maharashtra, Jharkhand Assembly Elections: હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી બાદ હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્ય રાજકીય રીતે ખૂબ મહત્ત્વના છે. મહારાષ્ટ્રમાં એનડીએની સરકાર છે બીજી તરફ ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન સત્તામાં છે. બંને રાજ્યોમાં મજબૂત લડતની તૈયારી ગઠબંધન તરફથી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપ જ્યાં શિવસેના અને એનસીપીની સાથે મળીને સત્તામાં વાપસી ઈચ્છે છે ત્યાં ઝારખંડમાં હેમંત સોરેનની નેતૃત્વવાળી ઈન્ડિયા ગઠબંધનમાં ભાકપા માલેની એન્ટ્રી બાદ મજબૂતી આવી છે.
મહારાષ્ટ્રમાં ગઠબંધનનું ગણિત શું છે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનડીએમાં ભાજપ સિવાય એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સામેલ છે. ત્રણેય દળોએ મળીને લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે તે ચૂંટણીમાં જેવી આશા હતી તેવી સફળતા એનડીએને મળી નહોતી. અજીત પવારની પાર્ટીનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યુ હતુ. કોંગ્રેસ સિવાય ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના યુબીટી, શરદ પવારની એનસીપી સામેલ છે. લોકસભા ચૂંટણી દરમિયાન ગઠબંધને સારું પ્રદર્શન કર્યુ હતુ. મહારાષ્ટ્રમાં ઈન્ડિયા ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ અઘાડી તરીકે એકત્ર રહી છે. તેની રચના 2019ની વિધાનસભા ચૂંટણી બાદ થઈ હતી. એનડીએ ગઠબંધન મહાયુતિના નામથી જાણીતી છે.
મહાયુતિમાં બેઠકોની વહેંચણી ફાઈનલ
મહારાષ્ટ્રમાં મહાયુતિની બેઠક વહેંચણી અંતિમ તબક્કામાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 90 ટકા બેઠકોની વહેંચણી નક્કી થઈ ચૂકી છે. 288 બેઠકોમાંથી ભાજપ 158 પર લડશે. શિવસેના શિંદે જૂથને ભાજપ 70 બેઠકો આપવા તૈયાર છે. એનસીપી અજીત પવાર જૂથને 50 બેઠકો આપવામાં આવશે. રાકાંપા નેતા પ્રફુલ્લ પટેલે પણ સોમવારે કહ્યું કે શાસક મહાયુતિ ગઠબંધનના સહયોગીઓની વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાંથી લગભગ 230 બેઠકો પર સામાન્ય સંમતિ બની છે. અન્ય બેઠકો પર અંતિમ નિર્ણય થયા બાદ અમે મીડિયાને આગામી બે થી ચાર દિવસોમાં જણાવી દઈશું.
મહારાષ્ટ્ર વિકાસ અઘાડીમાં શું હોઈ શકે છે ગણિત?
સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડને લઈને કોઈ ભૂલ કરવા ઈચ્છતા નથી. જાણકારી અનુસાર 288 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ) બરાબર- બરાબર બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જેનો આંકડો 100-100 હોઈ શકે છે સાથે જ એનસીપીને 84 બેઠકો મળી શકે છે. 4 બેઠકો નાના દળો માટે છોડવામાં આવી શકે છે. અમુક બેઠકો પર આંતરિક સંમતિથી ફેરબદલની પણ સંભાવના છે. જોકે સંખ્યાને લઈને લગભગ સંમતિ બની ગઈ છે.
ઝારખંડમાં ભાજપ એક્શન મોડમાં
ઝારખંડ હંમેશાથી ભાજપ માટે એક મજબૂત રાજ્ય તરીકે રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં પણ ખરાબ પ્રદર્શન બાદ પણ ભાજપે 14માંથી 9 બેઠકો પર જીત નોંધાવી હતી. નિર્માણ બાદથી જ ભાજપ રાજ્યમાં ઘણી વખત સત્તામાં આવી ચૂકી છે. જોકે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં હાર અને લોકસભાના પ્રદર્શન બાદ ભાજપે રણનીતિમાં પરિવર્તન કર્યું છે. પહેલી વખત ભાજપ રાજ્યમાં ઘણા દળો સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહી છે. ભાજપે જનતા દળ યુનાઈટેડ, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન અને લોજપા રામવિલાસની સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી છે.
એનડીએમાં કયા દળના ખાતામાં કેટલી બેઠકો?
ઝારખંડમાં ગત વિધાનસભા ચૂંટણીની ભૂલથી શીખતા ભાજપ અને આજસૂએ ગઠબંધનને મજબૂત કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. જોકે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ ચર્ચા છે કે ભાજપ આ ચૂંટણીમાં જનતા દળ યુનાઈટેડ, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (આજસૂ) અને લોજપાની સાથે મળીને ચૂંટણી લડવાની તૈયારીમાં છે. ચર્ચા છે કે ભાજપ આ ચૂંટણીમાં 67 બેઠકો પર મેદાનમાં ઉતરશે. આજસૂને 9 થી 11 બેઠકો મળી શકે છે. જનતા દળ યુનાઈટેડ માટે એનડીએના ખાતાથી 2 બેઠક અને લોજપા રામવિલાસ માટે એક બેઠક છોડવાની શક્યતા છે. ગત ચૂંટણીમાં આજસૂ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયુ હતુ. જેનું નુકસાન બંને દળોએ ઉઠાવવુ પડ્યુ હતુ.
ઈન્ડિયા ગઠબંધનનું ઝારખંડમાં શું સમીકરણ છે?
ઈન્ડિયા ગઠબંધને ગત વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. રાજદ, કોંગ્રેસ અને જેએમએમ ગઠબંધને 81 સભ્યો વાળી વિધાનસભામાં 47 બેઠકો પર જીત નોંધાવી હતી. આ ચૂંટણીમાં જેએમએમને 30, કોંગ્રેસને 16 અને રાજદને એક બેઠક મળી હતી. લોકસભા ચૂંટણી 2024માં આ ગઠબંધનમાં ભાકપા માલેની પણ એન્ટ્રી થઈ ગઈ. લોકસભાની 14 બેઠકોમાંથી 7,5,1,1 ના ફોર્મ્યૂલા પર કરાર થયા હતા. કોંગ્રેસ 7, જેએમએમ 5, રાજદ 1 અને ભાકપા માલેને એક બેઠક મળી હતી. જોકે વિધાનસભા ચૂંટણીમાં જેએમએમ હંમેશાથી વધુ બેઠકો પર ચૂંટણી લડતી રહી છે.
ભાકપા માલેએ પોતાનું જૂથ વધાર્યુ, શું વધારે બેઠકો મળશે?
ઝારખંડની ગત વિધાનસભા ચૂંટણીમાં વામ દળ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ નહોતા. જોકે લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનની તરફથી એક બેઠક ભાકપા માલેને આપવામાં આવી હતી. હવે વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાકપા માલેમાં દિવંગત માર્ક્સવાદી નેતા એ.કે.રોયની પાર્ટી માર્ક્સવાદી સમન્વય સમિતિનો વિલય થઈ ગયો છે. જે બાદ માલેએ વિધાનસભા ચૂંટણીમાં 4-5 બેઠકો પર દાવેદારી કરી છે. દરમિયાન ઈન્ડિયા ગઠબંધનમાં પણ બેઠક વહેંચણીને લઈને પેચ ફસાતો નજર આવી રહ્યો છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોમન શું છે?
મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને જ એવા રાજ્ય છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને દળ પોતાના ગઠબંધનના દળો પર નિર્ભર છે. બંને દળોનો પ્રયત્ન છે કે કોઈ પણ રીતે ગઠબંધનને મજબૂત કરી સત્તા સુધી પહોંચવામાં આવે. બંને રાજ્યોમાં ક્ષેત્રીય દળોના નેતા મુખ્યમંત્રી છે. ઝારખંડમાં જ્યાં જેએમએમના નેતા હેમંત સોરેન સીએમ છે ત્યાં મહારાષ્ટ્રમાં શિવસેના નેતા એકનાથ શિંદે મુખ્યમંત્રી છે. બંને રાજ્યો આર્થિક રીતે ખૂબ મહત્વપૂર્ણ રહ્યાં છે.