વર્તમાન સમયમાં વિરાટ કોહલી માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો ક્રિકેટ ખેલાડી છે. તેણે ઓછા સમયમાં ખૂબ રન બનાવીને પોતાને આ રમતની દુનિયામાં સ્થાપિત કર્યો છે. ઘણી વખત વિરાટ કોહલી મેદાન પર જોશીલા અંદાજમાં નજર આવે છે. જોકે માત્ર ખેલાડીઓથી જ નહીં પરંતુ મેદાન પર આવેલા દર્શકોથી પણ તે ઘણી વખત વિવાદ કરી ચૂક્યો છે. વર્ષ 2012માં વિરાટે એક વખત મેચ રેફરીથી પોતાને બેન ન કરવા માટે ભલામણ પણ કરી હતી. તેણે આ કિસ્સાને પોતે વ્યક્ત કર્યો હતો. વર્ષ 2012માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન સિડની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી બાઉન્ડ્રીની પાસે ફીલ્ડિંગ કરી રહ્યો હતો. વિરાટે ઓસ્ટ્રેલિયન દર્શકો દ્વારા અપશબ્દોનો સામનો કરવો પડ્યો હતો. સતત થઈ રહેલી ટ્રોલિંગનો વિરાટે પણ આંગળી ઉઠાવીને જવાબ આપ્યો. જોકે વિરાટના આ નિર્ણયના તાત્કાલિક બાદ વિવાદ ઊભો થઈ ગયો. વિરાટે ખુલાસો કર્યો હતો કે તેણે મેચ રેફરીથી પોતાને બેન ન કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું, ‘જ્યારે હું ઓસ્ટ્રેલિયન દર્શકોથી કંટાળી ગયો હતો. ત્યારે મે તેમને આંગળી બતાવવાનો નિર્ણય કર્યો. મેચ રેફરીએ મને બીજા દિવસે રૂમમાં બોલાવ્યો અને પૂછ્યું કે શું મામલો છે? કાલે બાઉન્ડ્રી પર શું થયું હતું?. મે તેમને કહ્યું કંઈ નહીં થોડી મજાક હતી. પછી તેમણે સમાચાર પત્રમાં છપાયેલી મારી તસવીર બતાવી, જેમાં હું દર્શકોને આંગળી બતાવી રહ્યો હતો. ત્યારે મે મેચ રેફરીને કહ્યું હતું કે મને અફસોસ છે, પ્લીઝ મને બેન ન કરો. રેફરીએ વિરાટને ભૂલ સ્વીકારવા માટે કહ્યું હતું. વિરાટે પણ ભૂલનો સ્વીકાર કરી લીધો તે બાદ તેની મેચ ફી માં 50 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો. વિરાટે આ કિસ્સો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો.’
i agree cricketers dont have to retaliate. what when the crowd says the worst things about your mother and sister. the worst ive heard
— Virat Kohli (@imVkohli) January 4, 2012