કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસ પર પ્રિયંકા ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘દેશમાં દરરોજ 86 દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં મહિલાઓને કેવી રીતે સુરક્ષિત ગણી શકાય? કોલકાતા તેમજ બિહાર, યુપી અને ઉત્તરાખંડમાં બનેલી ઘટનાઓને જોઈને દેશભરની મહિલાઓ દુ:ખી છે અને ગુસ્સે પણ છે.’ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘કોલકાતા, બિહાર, ઉત્તરાખંડ અને યુપીમાં મહિલાઓ પર થતા અત્યાચારોએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આ સમયે દેશભરની મહિલાઓ દુઃખી અને ગુસ્સામાં છે. જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે દેશની મહિલાઓ જુએ છે કે સરકારો શું કરી રહી છે? તેના શબ્દો અને પગલાં કેટલા ગંભીર છે?
कोलकाता, बिहार, उत्तराखंड और यूपी में महिलाओं के साथ हुई क्रूरताओं ने पूरे देश को झकझोर कर रख दिया है। इस समय देश भर की महिलाएं दुख और गुस्से में हैं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 16, 2024
जब भी ऐसी घटनाएं होती हैं तो देश की महिलाएं देखती हैं कि सरकारें क्या कर रही हैं? उनकी बातों और उपायों में कितनी गंभीरता है?…