અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એક અમેરિકી ઈતિહાસકારે કહ્યું છે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કમલા હેરિસ હશે. આ ઈતિહાસકારને ‘ઈલેક્શન નાસ્ત્રેડેમસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.અમેરિકી ઈતિહાસકાર પ્રોફેસર એલન લિક્ટમેન અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામની ભવિષ્યવાણી ચૂંટણી અને સર્વેના આધારે નહીં પરંતુ 1981માં પોતાના ભૂ-ભૌતિકશાસ્ત્રી મિત્ર વ્લાદિમીર કેઈલિસ-બોરોકની સાથે વિકસિત કરવામાં આવેલી ’13 કુંજિઓ’ના આધારે કરે છે.જેમાં સત્તા, મધ્યવર્તી લાભ, તૃતીય પક્ષના ઉમેદવારો, ટૂંકા ગાળાની અર્થવ્યવસ્થા, લાંબા ગાળાની અર્થવ્યવસ્થા, સામાજિક અશાંતિ, વ્હાઇટ હાઉસ કૌભાંડ, વર્તમાન અને પડકાર આપનાર કરિશ્મા, વિદેશ નીતિની નિષ્ફળતા અને સફળતા જેવા મેટ્રિક્સ સામેલ છે. અમેરિકી ઈતિહાસકારના જણાવ્યા અનુસાર જે 13 કસોટીઓ પર તે રાષ્ટ્રપતિ ઉમેદવારોને કસે છે તેમાંથી 8 માં કમલા હેરિસ અવ્વલ છે. આ કારણે આ વખતની ચૂંટણીમાં તેમના જીતવાની શક્યતા બની રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની જીતની પણ કરી ચૂક્યાં છે ભવિષ્યવાણી :
પ્રોફેસર એલન લિક્ટમેને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીતની પણ ભવિષ્યવાણી કરી હતી તે પણ એવા સમયે જ્યારે ચૂંટણી પૂર્વાનુમાન કંઈક અલગ જ કહાની વ્યક્ત કરી રહ્યાં હતાં. જોકે અમુક ટીકાકારોનું કહેવું છે કે તેમણે હકીકતમાં ભવિષ્યવાણી કરી હતી કે ટ્રમ્પ લોકપ્રિય વોટ જીતશે .તેમની એકમાત્ર નિષ્ફળતા 2000માં આવી, જ્યારે તેમણે ભવિષ્યવાણી કરી કે અલ ગોર જ્યોર્જ બુશ વિરુદ્ધ જીતશે અને તકનીકી રીતે તે ત્યાં પણ સાચા હતાં, આ જોતાં ગોરે લોકપ્રિય વોટ જીત્યા હતા અને ઈલેક્ટોરલ વોટનો નિર્ણય અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.