અમદાવાદ, 2 જુલાઈ, 2024 – હોમ ઇન્ટિરિયર્સ, એક્સટિરિયર્સ અને સાઇનેજ માટે ઇનોવેટિવ બિલ્ડિંગ મટિરિયલ્સની વિશ્વભરમાં નામના ધરાવતી ઉત્પાદક ઇકોને ભારતીય માર્કેટમાં તેના વ્યૂહાત્મક વિસ્તરણની જાહેરાત કરી છે. 25 કરતા વધુ વર્ષોથી આંતરરાષ્ટ્રીય અનુભવ અને મજબૂત વૈશ્વિક હાજરી સાથે ઇકોનનું લક્ષ્ય ઇકો-ફ્રેન્ડલી અને આધુનિક સોલ્યુશન્સ સાથે ભારતના કન્સ્ટ્રક્શન અને હોમ ઇમ્પ્રૂવમેન્ટ સેક્ટરમાં ક્રાંતિ લાવવાનું છે.
ભારતમાં પાંચ તબક્કામાં તબક્કાવાર વિસ્તરણ સાથે ઇકોન વ્યાપક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની શરૂઆત કરી રહી છે જેનો પ્રારંભ ગુજરાતથી થશે. કંપની રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ્સમાં ભારતીય ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સંતોષવા માટે તૈયાર છે. આ લોન્ચના મુખ્ય આકર્ષણના ભાગરૂપે તેની ફ્લેગશિપ પ્રોડક્ટ ‘Masterboard’ રજૂ થઈ રહી છે જે કન્સ્ટ્રક્શન, રિનોવેશન અને સાઇનેજ સોલ્યુશન્સમાં રહેલા માપદંડોની નવેસરથી વ્યાખ્યા કરશે. આ પ્રોડક્ટ મજબૂત, કિફાયતી અને મોર્ડન ડિઝાઇન ધરાવે છે જે ભારતના રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં વધતી જતી માંગને સંતોષે છે.
વૈશ્વિક બજારોની માંગ સંતોષવાની સાથે ભારતની ઉત્પાદન ક્ષમતાઓનો લાભ લેવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ઇકોનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શુભમ તાયલિયાએ જણાવ્યું હતું કે “ઇકોન અમારી કેટેગરીમાં ભારતના સૌથી મોટા નિકાસકારો પૈકીની એક છે જે વિશ્વભરમાં અગ્રણી રિટેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને પ્રીમિયમ પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે. ટકાઉ એવા ડબલ ડિજિટના ગ્રોથ અને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે અમે ભરોસાપાત્ર લીડર તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે. ભારતમાં અમારું વિસ્તરણ ગુણવત્તા અને નવીનતા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઇકોન ગ્લોબલ લીડર્સ પાસેથી રૉ મટિરિયલ્સ મેળવીને શ્રેષ્ઠતમ ગ્લોબલ મલ્ટી-બિલિયન એમએનસી રિટેલર્સ તથા ડિસ્ટ્રીબ્યુટર્સને સપ્લાય કરે છે. અમારી સાથે લાંબા સમયથી જોડાયેલી રહેલી લીડરશિપ ટેલેન્ટ દ્વારા અમે સતત વર્લ્ડ-ક્લાસ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીએ છીએ. આ લીડરશિપ પ્રતિભાઓ પૈકીના કેટલાક કંપની સાથે 15થી 25 વર્ષથી જોડાયેલા છે. 1998માં અમે માત્ર 10 એસકેયુ સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયોથી શરૂઆત કરી હતી અને હવે ગ્રાહકોની માંગ તથા સતત ઇનોવેશનના આધારે અમે 900થી વધુ એસકેયુથી આગળ વધી ગયા છીએ. ઇકોન ખૂબ જ ઓછા સમયમાં ડિલિવર કરે છે જે તેની આગવી ખાસિયત છે.”
ઇકોન સમગ્ર ભારતમાં મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું કરવા પર વ્યૂહાત્મકપણે ધ્યાન આપી રહી છે જેથી દરવાજા, વૉલ પેનલ્સ અને સીલિંગના ‘Masterboard’ તથા સાઇનેજ સોલ્યુશન્સની તેની વ્યાપક પ્રોડક્ટ રેન્જ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આ પહેલનો ઉદ્દેશ આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કોન્ટ્રાક્ટર્સ, બિલ્ડર્સ, કાર્પેન્ટર્સ અને કન્સ્ટ્રક્શન કંપનીઓને ઉત્કૃષ્ટ બિલ્ડિંગ મટિરિયલ્સ તેમજ સાઇનેજ સોલ્યુશન્સ પૂરા પાડીને સશક્ત બનાવવાનો છે. ઇકોન તેના સીએસઆર પ્રોગ્રામ “Save a Life”ને સોશિયલ મીડિયા પર મળેલી સફળતાનો વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે.
કોઈ કંપનીની સારી ટીમ, પ્રોડક્ટ્સ તથા અનુભવનો લિટમસ ટેસ્ટ એ છે કે કંપની કેટલો સતત નફો મેળવી રહી છે. ઇકોન દેવા-મુક્ત કંપની છે અને કેશ રિઝર્વ્સ ધરાવે છે જે દર્શાવે છે કે તે ભવિષ્યની વિકાસની સંભાવનાઓનો લાભ લેવા માટે ખૂબ જ મજબૂત નાણાંકીય સ્થિતિમાં છે જે કંપનીની મૂડીના સક્ષમ ઉપયોગને દર્શાવે છે. વર્ષ 2022થી 2023 દરમિયાન વાર્ષિક ધોરણે 60 ટકાથી વધુની વૃદ્ધિ ઇકોનની વ્યૂહાત્મક પહેલ તથા બજાર વિસ્તરણ ક્ષમતાઓ દર્શાવે છે જેને તેની વેલ્યુ પ્રપોઝિશન અને ઉત્કૃષ્ટ ગુણવત્તાને ગ્રાહકો દ્વારા સ્વીકૃતિ મળેલી છે.