સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે રાજકોટ સીટીમાં ૧૧,૧૧૧ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ છે. આ અનુસંધાને બહેનો સંચાલિત ‘ઇનરવ્હીલ ક્લબ’ દ્વારા નાના મોવા ગામ પાસે પી.એમ.શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં-૯૩ ની અંદર પાણી રીચાર્જ માટે બોર કરીને સ્કુલમાં વિધાર્થીઓ અને સ્ટાફ ગણને વરસાદી શુદ્ધ પાણી રીચાર્જ કરવાથી થતા ફાયદા વિષે પ્રમુખ દિલીપભાઈ સખીયા એ માહિતી આપી ને સ્કૂલ ના ગ્રાઉન્ડમાં બોર કર્યો. આજુબાજુનાં રહેણાક વાળા હાઈરાઈજ બિલ્ડીંગમાં પીવાના પાણી માટે ૧૫૦૦ થી ૨૫૦૦ ફૂટનાં બોર દ્વારા ભૂખરી વીંધીને ખારું, તુરુ અને ઉંચા TDS વાળું પાણી આવવાથી લોકોની બીમારીઓમાં ખુબ વધારો થાય છે. અને બિલ્ડીંગોમાં પાણીની પાઈપ લાઈનો જામ થય જતી હોય છે એટલે કે પીવા લાયક નથી હોતું. ઉંડા બોર હોવાથી લાઈટ બીલ્લ પણ વધુ આવે છે આવા અનેક બોર બનવાથી જમીનમાં વરસાદી મીઠા પાણીના તળ ઊંચા આવશે જેથી ખુબ મોટી રાહત થશે. લોકો નીરોગી રહેશે. અને દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.ઇનરવ્હીલ ક્લબ પ્રેસીડેન્ટ અંજલીબેન મનવાણી એ જણાવેલ કે, ‘વિશ્વમાં કોઈ પાણી બનાવી નથી શકતાં, પણ બધા પાણી બચાવી તો શકીએ છીએ.દરેક લોકોએ જો દાન પુણ્ય કરવું હોય અને આજીવન યાદી રાખવી હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના આ અભીયાનમાં જોડાઈ જવું જોઈએ, કારણકે આ દુનિયામાં વરસાદી શુધ્ધ પાણી વગર એક દિવસ પણ ચાલતું નથી’ ઇનરવ્હીલ કલબ સેક્રેટરી ભારતીબેન સંધવી એ જણાવેલ કે, ‘વરસાદી પાણી બચાવા માટે ઈનરવ્હીલ કલબ સતત કાર્યરત છે અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જોડાયેલ છે. વરસાદી પાણીનું મહત્વ દરેક લોકોએ સમજવું જોઈએ અને આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ, કારણકે પાણી કોઈ બનાવી શકતું નથી. પાણીને યોગ્ય રીતે જમીનમાં ઉતારવું જોઈએ પી.એમ.શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં-૯૩ સ્કૂલ ના પ્રિન્સિપાલ વનિતાબેન રાઠોડ એ જણાવેલ કે, ‘આપણા બાળકોના જન્મદિવસે કે સારા પ્રસંગમાં ખોટા ખર્ચા કરીએ છીએ એની જગ્યાએ જીવનમાં સૌથી ઉતમ કાર્ય કોઈ હોય તો તે વરસાદી પાણીનું બચાવ કરવું જરૂરી છે.ચોમાસું જતા પાણીની બહુ તકલીફ પડે છે.તે ન પાડવા દેવી હોય તો સરકારી શાળામાં કે પ્રાયવેટ સ્કૂલમાં અને ખુલી મોટી જગ્યામાં બોર રીચાર્જ કરવા જોઈએ.
બહેનો સંચાલિત ‘ઇનરવ્હીલ ક્લબ’ની મદ્દદથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શાળા નં-૯૩ માં નવો બોર કરીને રીચાર્જ કરાયો
Date: