ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના આશ્રય હેઠળ નીરજ બજાજ અને વિટા દાની દ્વારા ફ્રેન્ચાઈઝી આધારિત લીગનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024માં વિશ્વમાં નંબર 13 બર્નાડેટ સઝોક્સ અને માનુષ શાહની આગેવાની હેઠળ અમદાવાદ SG પાઇપર્સે છેલ્લી લીગ ટાઈમાં જયપુર પેટ્રિયોટ્સને એકતરફી 12-3થી હરાવીને સિરઝની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.અમદાવાદ SG પાઇપર્સ કુલ 42 પોઈન્ટ સાથે લીગ સ્ટેજમાં બીજા સ્થાન પર રહ્યો છે. તેને તેની ટીમ ફેવરિટ ચેન્નાઈ લાયન્સને સ્પર્ધામાંથી બહાર કાઢીને ચાહકોને નીરાસ કરી નાખ્યા હતા. ચેન્નાઈ લાયન્સ બુધવારની ટાઈની શરૂઆત પહેલા ચોથા સ્થાને રાખવામાં આવી હતી કારણ કે એવી આશા હતી કે તે જયપુર પેટ્રિયોટ્સ તેમને આગળના રાઉન્ડમાં જવા માટે મદદ કરશે. પરંતુ જયપુર પેટ્રિયોટ્સે 28 પોઈન્ટ સાથે 8 ટીમોની લીગમાં છેલ્લા સ્થાને તેમના પ્રથમ UTT રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે.બુધવારની ટાઈ પર આવીને, બંને ટીમોને છેલ્લા-4 રાઉન્ડમાં પહોંચવા માટે મોટી જીતની જરૂર હતી અને તે અમદાવાદ SG પાઇપર્સ હતા જેમણે કંઈક અંશે સુસ્ત જયપુર પેટ્રિયોટ્સ સામે તમામ મેચો જીતીને રેસને જીવંત રાખી હતી.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ SG પાઇપર્સે સારી શરૂઆત કરી હતી કારણ કે લિલિયન બાર્ડેટે પ્રથમ મેન્સ સિંગલ્સમાં ચોસ્યુંગમીનને 2-1થી હરાવ્યો હતો, જોકે દક્ષિણ કોરિયાએ જયપુર પેટ્રિયોટ્સને જાળવી રાખવા માટે મૂલ્યવાન પોઇન્ટ મેળવતા નોકઆઉટ માટે ખરાખરીનો જંગ ખેલાયો હતો.
જયપુર સ્થિત ફ્રેન્ચાઈઝીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે તેને બધી ગેમ જીતવી જરૂરી હતી અને પ્રથમ મહિલા સિંગલ્સમાં બર્નાડેટે સુથાસિની સવેટ્ટાબુટને 3-0થી માત આપી ત્યારે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જ્યારે અમદાવાદ SG પાઇપર્સ 5-1ની લીડથી દૂર રહી હતી.બર્નાડેટે અમદાવાદ SG પાઇપર્સના ચાહકોને ખુશ કરવા તેણીએ માનુષ સાથે મળીને નિત્યાશ્રી મણિ અને ચોની જયપુર પેટ્રિયોટ્સની જોડીને મિશ્રિત ડબલ્સની મેચમાં 2-1થી હરાવી. આ જીતથી બર્નાડેટ અને માનુષે આ સિઝનમાં તેમનો સર્વાધિક જીતનો રેકોર્ડ જાળવી રાખીને અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝી નોકઆઉટ રાઉન્ડમાં જશે.માનુષે બીજા મેન્સ સિંગલ્સમાં સ્નેહિત SFRને 2-1થી હરાવીને અમદાવાદ SG પાઇપર્સ માટે અભિયાન ચાલુ રાખ્યું. રીથ રિષ્યાએ બીજી મહિલા સિંગલ્સમાં મૌમિતા દત્તાને 3-0થી હરાવીને અમદાવાદ SG પાઇપર્સ માટે જીત હાંસલ કરી વિજય રથ જાળવી રાખ્યો. નોકઆઉટમાં આગળ વધી રહી છે, PBG બેંગલુરુ સ્મેશર્સ, 48 પોઈન્ટ સાથે, પોઈન્ટ ટેબલ પર લીડર તરીકે સમાપ્ત થઈ, અને તેઓ ગુરુવારે પ્રથમ સેમિફાઈનલમાં 37 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન એથલીડ ગોવા ચેલેન્જર્સ સામે ટકરાશે.