કન્ઝ્યુમર ક્રેડિટ અને ફ્રી ક્રેડિટ સ્કોર સર્વિસીઝ માટેના ભારતના સૌથી મોટા ઓનલાઇન માર્કેટપ્લેસ પૈસાબઝાર અને ભારતની છઠ્ઠી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક યસ બેંકે તેમનું કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ યસ બેંક પૈસાબઝાર પૈસાસેવ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે.પૈસાસેવ ક્રેડિટ કાર્ડ ઓનલાઇન તથા ઓફલાઇન એમ બંને પ્રકારની રોજબરોજની ખરીદી પર નોંધપાત્ર કેશબેક ઓફર કરીને નિયમિત ખરીદી કરતા ગ્રાહકોને વળતર આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે તેને મૂલ્ય માટે સભાન ગ્રાહકો માટે આદર્શ પસંદગી બનાવે છે.પૈસાસેવ ક્રેડિટ કાર્ડ ગ્રાહકો જે પ્રકારે ખર્ચ કરે છે તેના માટે સરળ માર્ગ પૂરો પાડે છે ખાસ કરીને ઓનલાઇન વ્યવહારો પર જેમાં કેશબેક 3 ટકા સુધી વધારવામાં આવ્યા છે. લોકપ્રિય ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર શોપિંગ કરો કે પછી ફિઝિકલ સ્ટોર્સ પર ચૂકવણી કરો, આ કાર્ડ તેના અનલિમિટેડ કેશબેક ફીચર દ્વારા સતત બચત સુનિશ્ચિત કરે છે.આ ઉપરાંત ગ્રાહકો એપ્લાય કરતી વખતે વર્ચ્યુઅલ યસ બેંક રૂપે ક્રેડિટ કાર્ડ પસંદ કરી શકે છે જેથી તેઓ સરળતાથી યુપીઆઈ પેમેન્ટ્સ કરી શકે જે આ કાર્ડની યુટિલિટી વિસ્તારે છે.કાર્ડમાં કોઈ જોઇનિંગ ફી નથી અને જો યુઝર અગાઉના વર્ષમાં વાર્ષિક રૂ. 1.2 લાખની મર્યાદા કરતાં વધુનો ખર્ચ કરે તો બીજા વર્ષથી તેની રૂ. 499ની વાર્ષિક ફી નહીં લેવામાં આવે જે પૈસાસેવ ક્રેડિટ કાર્ડને નિયમિત ખરીદી કરનારાઓને ખૂબ જ કિફાયતી બનાવે છે.યસ બેંકના ક્રેડિટ કાર્ડ્સ તથા મર્ચન્ટ એક્વાયરિંગના કન્ટ્રી હેડ શ્રી અનિલ સિંહે જણાવ્યું હતું કે “પૈસાબઝાર સાથેની અમારી ભાગીદારી આજના ગ્રાહકોની રોજબરોજની જરૂરિયાતોને પહોંચી વળે તેવા ક્રેડિટ કાર્ડ ઓફર કરવાનો ઉદ્દેશ ધરાવે છે. પૈસાસેવ ક્રેડિટ કાર્ડ ઓનલાઇન તથા ઓફલાઇન બંને પ્રકારના વ્યવહારો માટે કેશબેક લાભો પૂરા પાડે છે જે ગ્રાહકોને તેમની નિયમિત ખરીદી માટે વધુ નાણાં બચાવવામાં મદદ કરે છે. યસ બેંકની નાણાંકીય નિપુણતાને પૈસાબઝારની ડિજિટલ પહોંચ સાથે જોડીને અમે અમારા યુઝર્સ માટે એકંદરે બેંકિંગ અનુભવને વધારવા માટે એક સરળ અને અસરકારક સોલ્યુશન બનાવ્યું છે.”