કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે વિશ્વનું સૌથી મોટું મેનેજ્ડ માર્કેટપ્લેસ ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગે ભારતની સૌથી મોટી પાવર કંપની એનટીપીસી તરફથી બીજો મોટો ઓર્ડર મેળવ્યાની આજે જાહેરાત કરી હતી. આ ઓર્ડર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં 1,200 મેગાવોટ ખાવડા સોલર પ્રોજેક્ટ માટે ફરજિયાત સાધનો સહિત 1,515 MWp એએલએમએમ-કમ્પ્લાયન્ટ અને ભારતમાં બનેલા સોલર પીવી મોડ્યુલ્સના ઉત્પાદન તથા સપ્લાય માટેનો છે.ઝેટવર્ક માટે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણ કે કંપનીએ 2023માં એનટીપીસી રિન્યૂએબલ્સ તરફથી મેળવેલા અગાઉના ઓર્ડર કરતાં આ ઓર્ડર ચાર ગણો મોટો છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ભારતમાં બનેલા સોલર પીવી મોડ્યુલ્સની કંપનીએ કરેલી સતત ડિલિવરીએ તેને ભારતના રિન્યૂએબલ એનર્જી સેક્ટર માટે એક વિશ્વસનીય પાર્ટનર તરીકે સ્થાપિત કરી છે.
ઝેટવર્ક માત્ર 210 દિવસમાં જ આ ઓર્ડર પૂરો કરશે જે ખૂબ જ ઝડપથી મોટા ઓર્ડર પૂરા કરવાની તેની ચપળતા તથા ક્ષમતા દર્શાવે છે. અગાઉ ઝેટવર્ક જેએસડબ્લ્યુ એનર્જી, તિસ્તા સોલર લિમિટેડ, કોન્ટિનમ એનર્જી અને અન્ય જેવી કંપનીઓ માટે સોલર તથા રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે પસંદગીની ભાગીદાર રહી છે.ઝેટવર્કના સહસ્થાપક શ્રીનાથ રામકૃષ્ણને જણાવ્યું હતું કે અમે આ મહત્વાકાંક્ષી સોલર પ્રોજેક્ટ માટે એનટીપીસી સાથે ફરી એકવાર ભાગીદારી કરતા રોમાંચિત છીએ. એનટીપીસી તરફથી આ બીજો ઓર્ડર નવીનતમ, ટકાઉ તથા ઉચ્ચ ગુણવત્તાના સોલર સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. અમે ભારતના ઊર્જા સંક્રમણમાં પ્રદાન કરીને તથા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને ગર્વ અનુભવીએ છીએ.ઝેટવર્કના એએલએમએમ-કમ્પ્લાયન્ટ મોડ્યુલ્સ આયાત પરની નિર્ભરતા ઘટાડીને અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ભારત સરકારના વિઝન સાથે સંલગ્ન છે. આ મોડ્યુલ્સ સપ્લાય કરીને ઝેટવર્ક ભારતના ઊર્જા સ્વાવલંબન અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકોમાં પ્રદાન આપે છે.