– અમેરિકામાં સૌથી વધુ છટણી ટેક સેક્ટરમાં ત્યારબાદ રિટેલર્સ, ઓટોમોટિવ અને બેન્કિંગ સેકટરનો સમાવેશ
– AIએ ૩,૯૦૦ નોકરીઓ હડપ કરી
અમેરિકન કંપનીઓએ ૨૦૨૨ના રેકોર્ડને તોડીને આ વર્ષે મે મહિનામાં નોકરીમાં આઘાતજનક કાપની જાહેરાત કરી છે. એક રિપોર્ટ અનુસાર મે મહિનામાં અમેરિકામાં ૮૦,૦૦૦થી વધુ નોકરીઓમાં કાપ મુકવામાં આવ્યો છે. હાલ અમેરિકાની અર્થવ્યવસ્થા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. દેશમાં મંદીનો ભય છે. તાજેતરમાં, યુએસ સરકારે દેશને ડિફોલ્ટથી બચાવવા માટે ડેટ સીલિંગ બિલ પસાર કર્યું છે. મંદીના ભય વચ્ચે અમેરિકામાં છટણીનો તબક્કો હજુ પણ ચાલુ છે.
યુએસ એમ્પ્લોયરોએ મે મહિનામાં ૮૦,૦૮૯ નોકરીઓમાં કાપની જાહેરાત કરી હતી, જે ગયા વર્ષના સમાન મહિનામાં ૨૦,૭૧૨ છટણી હતી. આ રીતે અમેરિકામાં છટણીનો દર વધીને ૨૮૭ ટકા થઈ ગયો છે. આ વર્ષે એપ્રિલમાં અમેરિકન કંપનીઓએ ૬૬,૯૯૫ કામદારોની છટણી કરી હતી.
અહેવાલ મુજબ, ગયા મહિને ૮૦,૦૦૦ થી વધુ યુએસ કામદારોની છટણી કરવામાં આવી હતી, જેમાંથી લગભગ ૩,૯૦૦ ટેક સેક્ટરમાં હતા. આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સના કારણે તેણે નોકરી ગુમાવી હતી. આ વર્ષે અત્યાર સુઘીમાં કંપનીઓએ ૪,૧૭,૦૦૦ નોકરીઓમાં કાપ મૂકવાની યોજના જાહેર કરી છે. આ ગયા વર્ષના સમાન સમયગાળામાં જાહેર કરાયેલ ૧,૦૦,૬૯૪ નોકરીઓમાં કાપ કરતાં ૩૧૫ ટકા વધુ છે.
અમેરિકામાં ઉપભોક્તાનો આત્મવિશ્વાસ છ મહિનાના નીચા સ્તરે છે અને નોકરીની તકો ઘટી રહી છે. મંદીના ડરથી કંપનીઓ ભરતી પર બ્રેક લગાવી રહી હોય તેમ લાગે છે.
અહેવાલ મુજબ ટેક સેક્ટરે મે મહિનામાં સૌથી વધુ છટણીની જાહેરાત કરી હતી જેમાં ૨૨,૮૮૭ હતા. આ વર્ષે છટણીની કુલ સંખ્યા ૧,૩૬,૮૩૧ હોઈ શકે છે.રિટેલર્સે મે મહિનામાં ૯,૦૫૩ સાથે બીજા સૌથી વધુ કાપની જાહેરાત કરી હતી. રિટેલે આ વર્ષે અત્યાર સુધીમાં ૪૫,૧૬૮ છટણીની જાહેરાત કરી છે.ઓટોમોટિવ સેક્ટરે ગયા મહિને ૮,૩૦૮ નોકરીઓમાં કાપની જાહેરાત કરી હતીે.બેન્કિંગમાં પણ આ વર્ષે છટણીમાં વધારો જોવા મળ્યો છે. નાણાકીય કંપનીઓએ મે મહિનામાં ૩૬,૯૩૭ કટની જાહેરાત કરી છે.