
વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી કૌશલ્ય વિકાસના માધ્યમથી કર્ણાટકમાં ગ્રામીણ સમુદાયોને સશક્ત કરી રહ્યું છે. એસીસી થોંડેભાવી ખાતે અદાણી ફાઉન્ડેશનના અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર (એએસડીસી) સફળતા માટે જરૂરી કૌશલ્યોથી યુવાનોને સજ્જ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. તાજેતરમાં આ એએસડીસીમાંથી ચાર પ્રેરણાદાયી સાફલ્યગાથા પ્રકાશમાં આવી છે, જે તેના તાલીમ કાર્યક્રમોના પરિવર્તનકારી પ્રભાવને દર્શાવે છે.શારીરિક વિકલાંગતા અને બોલવાની સમસ્યાથી પીડિત 36 વર્ષીય મહિલા ચન્નમ્મા કેએસને પોતાની બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પૂર્ણ કર્યાં બાદ રોજગાર પ્રાપ્ત કરવામાં ઘણી મૂશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના ખેડૂત પિતા અને રોજિંદા ધોરણે કામ કરતાં ભાઇ ઉપર નિર્ભર રહેનાર ચન્નમ્માની જિંદગીમાં ત્યારે બદલાવ આવ્યો કે જ્યારે તેઓ એસીસીની સીએસઆર અપસ્કિલિંગ પહેલ સક્ષમમાં સામેલ થયાં અને એએસડીસી થોંડેભાવીમાં પ્રવેશ મેળવ્યો. અહીં ત્રણ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કર્યાં બાદ તેમને મરાઠાહલ્લીમાં ગૂગલમાં બેક-એન્ડ એક્ઝિક્યુટિવની નોકરી મળી, જ્યાં તેમને વિનામૂલ્યે ભોજન અને આવાસની સાથે પ્રતિમાસ રૂ. 15,000ની આવક થાય છે. તેમણે કહ્યું કે, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આવી તક મળશે.” તેમણે ઉમેર્યું કે, “એએસડીસીએ મને સફળ થવા માટે આવશ્યક કૌશલ્ય અને આત્મવિશ્વાસ આપ્યો છે. હું તેમના આભારી છું કારણકે હવે હું મારું અને પરિવારનું ભરણ-પોષણ કરી શકું છું.”ગૌતમી જીએનને આર્થિક તંગીને કારણે ધોરણ 12 બાદ અભ્યાસ છોડવો પડ્યો હતો. તેમનો પરિવાર કૃષિ મજૂરી ઉપર નિર્ભર હતો અને ભરણ-પોષણ માટે સંઘર્ષ કરવો પડતો હતો. જોકે, હવે તેમનું ભવિષ્ય ઉજ્જવળ જોવાઇ રહ્યું છે કારણકે ગૌતમીએ એએસડીસી થોંડેભાવીમાં પ્રવેશ મેળવ્યો અને રિટેઇલ સેલ્સ એસોસિયેટનો કોર્સ કર્યો. 2.5 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કર્યાં બાદ તેમને વાર્ષિક રૂ. 2.25 લાખના પગારની નોકરી મળી. તેમણે કહ્યું કે, “એએસડીસીએ મને નવા કૌશલ્ય શીખવા તથા મારા અને મારા પરિવારના ઉજ્જવળ ભવિષ્યની તક આપી. મારા માતા-પિતાને મારા ઉપર ગર્વ છે.”