ગ્લોબલ બ્રાન્ડ કન્સલટન્સી ઈન્ટરબ્રાન્ડે ગુરુવારે ‘બેસ્ટ-100 ગ્લોબલ બ્રાન્ડ 2018’ લિસ્ટ જાહેર કર્યું છે. તે પ્રમાણે ગૂગલને પાછળ મુકીને એપલ દુનિયાની ટોપ બ્રાન્ડ થઈ ગઈ છે. બીજી બાજુ ડેટા ચોરીના વિવાદના કારણે ફેસબુક 8માંથી 9માં નંબરે પહોંચી ગયું છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે 56 ટકાના ગ્રોથ સાથે એમેઝોન દુનિયાની ત્રીજા નબંરની ટોપ બ્રાન્ડ બની ગઈ છે. 2017ના લિસ્ટમાં તે પાંચમાં નંબરે હતી.
10% વધી ગૂગલની બ્રાન્ડ વેલ્યુ
– રેન્કિંગ પ્રમાણે એપલની બ્રાન્ડ વેલ્યુ 16% વધી છે. તે 184 અબજ ડોલર (13.57 લાખ કરોડ રૂપિયા)થી 214.5 અબજ ડોલર એટલે કે 15.79 લાખ કરોડ થઈ ગઈ છે. એપલ અમેરિકાની પહેલી એવી કંપની છે જેની માર્કેટ કેપ એક લાખ કરોડ ડોલર છે.
– બીજા નબંરે આવેલી ગૂગલની વેલ્યુ 10 ટકા વધારા સાથે 155.5 અબજ ડોલર (11.23 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. 2017માં કંપનીની બ્રાન્ડ વેલ્યુ (10.4 લાખ કરોડ) હતી.
– 100.8 અબજ ડોલર(7.37 લાખ કરોડ)ની કિંમત સાથે એમેઝોન ત્રીજા નંબરે છે. ગયા વર્ષે તેની બ્રાન્ડ વેલ્યુ 64.7 અબજ ડોલર (4.77 લાખ કરોડ) હતી.
– ચોથા નબંરે માઈક્રોસોફ્ટ છે. જેની બ્રાન્ડ વેલ્યુ 2017માં 79.9 અબજ ડોલર (5.89 લાખ કરોડ) હતી. તે વધીને 92.7 અબજ ડોલર (6.84 લાખ) આંકવામાં આવી છે.
– 66.3 અબજ ડોલર (4.89 લાખ કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યુ સાથે કોકા કોલા પાંચમા નંબરે અને સેમસંગ 59.8 અબજ ડોલર (4.41 લાખ કરોડ) સાથે છઠ્ઠા નંબરે છે.
– કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા કૌભાંડ પછી ફેસબુકની બ્રાન્ડ વેલ્યુ 6 ટકા ઘટી છે અને તે ટોપ બ્રાન્ડની યાદીમાં 9માં નંબરે આવી ગઈ છે. 2017માં ફેસબુકની બ્રાન્ડ વેલ્યુ 48.1 અબજ ડોલર (3.54 લાખ કરોડ) હતી, જે હવે 45.1 અબજ ડોલર (3.32 લાક કરોડ રૂપિયા) થઈ ગઈ છે.
– ઈન્ટર બ્રાન્ડના ગ્લોબલ ચીફ એક્ઝિક્યૂટીવ ચાર્લ્સ ટ્રાવેલ્સના જણાવ્યા પ્રમાણે દરેક બ્રાન્ડે તેમના ગ્રાહકોની જરૂરિયાતોને ઘ્યાનમાં રાખીને પ્રગતિ કરી છે. તેમણે જણાવ્યું છે કે, એલન મસ્કની કંપની ટેસ્લા ટોપ-100 બ્રાન્ડથી બહાર થઈ ગઈ છે. જે 2017ની લિસ્ટમાં સામેલ હતી.