Wednesday, August 5, 2026
HomeGujaratફ્લાવર શૉ 2025'નો આજથી પ્રારંભ, શું છે ટિકિટ દર? :

ફ્લાવર શૉ 2025’નો આજથી પ્રારંભ, શું છે ટિકિટ દર? :

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...
flower show

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક, સુંદરતા અને પ્રતિકૃતિને નિહાળવા માટે આવે છે. ત્યારે આજ એટલે કે 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાનારા ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’નો શુભારંભ થઇ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ફ્લાવર શૉનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો. અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉ 2025નો આજથી પ્રારંભ થઇ ગયો છે. આ વખતે દેશની સંસ્કૃતિ અને વારસો, વૃદ્ધિ અને વિકાસ, ફ્લાવર વેલી સહિતના અલગ-અલગ 6 ભાગમાં વહેંચવામાં આવેલા ફ્લાવર શૉમાં સ્કલપચરથી લઈને આકર્ષક પ્રતિકૃતિઓ મુલાકાતીઓને નીહાળવા મળશે. જેમાં ફ્લાવર શૉ જોવા માટે આવતા લોકો રૂબરું અથવા QR કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. અમદાવાદના મેયર પ્રતિભા જૈને કહ્યું કે, ‘આ વર્ષના ફ્લાવર શૉને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ફ્લાવર શૉમાં આવતા લોકો QR કોડ સ્કેન કરીને ફૂલ અને સ્કલ્પચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શૉનું ઉદ્ધાટન કરાશે.’

શું છે ટિકિટ દર? :
ફ્લાવર શૉની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જો કે, ફ્લાવર શૉમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉમાં 500રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10 અને રાત્રિના 10થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે. ફ્લાવર શૉમાં દેશ-વિદેશના ફૂલો મુકાલાતીઓ માટે એક અલગ જ નજરાણું હશે. આ વખતેના ફ્લાવર શૉમાં 30થી વધુ વિદેશી જાતના ફૂલોની સાથે 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરાશે અને 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનીયલ વોલ તૈયાર કરાશે. ફ્લાવર શૉમાં ફૂડ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ લગાવ્યા હોવાથી લોકો ફૂલછોડ-રોપાની ખરીદી કરી શકે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here