એક કેસમાં સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે આ વાત કહી
ચાર ભાઈઓ અને માતાએ તર્ક આપ્યો હતો કે લગ્નના
જો ઘરની દીકરીને લગ્નના સમયે દહેજ આપ્યું હોય તો પણ તે પરિવારની સંપત્તિ પર અધિકારની માગ કરી શકે છે. તાજેતરમાં એક કેસમાં સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે આ વાત કહી હતી. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે તેને ચાર ભાઈઓ અને માતા તરફથી સંપત્તિમાં કોઈ હિસ્સો અપાયો નથી.
કોર્ટે લગાવી ફટકાર
ચાર ભાઈઓ અને માતાએ તર્ક આપ્યો હતો કે લગ્નના સમયે ચારેય દીકરીઓને થોડુંક દહેજ આપ્યું હતું અને તે પરિવારની સંપત્તિ પર હવે અધિકાર ન માગી શકે. જસ્ટિસ મહેશ સોનક તરફથી આ તર્કને ફગાવી દેવાયો હતો. તેમણે કહ્યું કે જો એમ માની લેવાય કે દીકરીઓને થોડુંક દહેજ અપાયું હતું તો તેનો અર્થ એ નથી કે દીકરીઓ પાસે પરિવારની સંપત્તિ પર કોઈ અધિકાર નથી.
કોર્ટે કરી મહત્ત્વની ટિપ્પણી
તેમણે આગળ કહ્યું કે પિતાના નિધન બાદ દીકરીઓના અધિકારોને ભાઈઓ તરફથી જે રીતે ખતમ કરાયા છે એ રીતે તેને ખતમ ન કરી શકાય. ખાસ વાત એ છે કે કોર્ટમાં એ પણ સ્પષ્ટ નથી કે ચારેય દીકરીઓને પર્યાપ્ત દહેજ અપાયું હતું કે નહીં?