ધૂળ ગુજરાત સરકારની બે વર્ષ જૂની પ્રપોઝલ જેમાં મંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનને ‘નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઝોન(NIMZ) બનાવવા માટેની અરજી હજુ પણ કેન્દ્રમાં ધૂળ ખાય છે.’ આ પ્રપોઝલ મુકવામાં આવી ત્યારે કેન્દ્ર દ્વારા કેટલાક ચોક્કસ ફેરફાર કરવા જણાવાયું હતું જેના પર ગુજરાતે સકારાત્ક્તા સાથે હા પાડી હતી. જોકે એ ચેન્જિસ કરાયા બાદ પણ રાજ્યની પ્રપોઝલને બે વર્ષથી ખોરંભે ચઢાવીને રાખી મુકાઈ છે.તત્કાલીન મુખ્યમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક ઢોલેરા ઇન્વેસ્ટમેન્ટ રીજનને પણ NIMZ સ્ટેટસ આપવામાં આવ્યું હતું. જોકે તેને અનેક પ્રકારના ટેક્નિકલ ઇશ્યુ નડી રહ્યા છે. 26 મે 2016ના દિવસે ગુજરાત સરકારે કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન(DIPP)માં પ્રપોઝલ મુકવામાં આવી હતી. જોકે કેન્દ્ર દ્વારા જણાવાયું હતું કે NIMZ માટે જે તે રીજનમાં ઓછામાંઓછી 30 ટકા જમીન ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી માટે રીઝર્વ હોવી જોઈએ જ્યારે MBSIRમાં 18 ટકા જમીન જ રીઝર્વ છે. જે બાદ ગુજરાત સરકારે 30 ટકા જમીન રીઝર્વ રાખવાની તૈયારી દર્શાવી હતી.આ બાબતે જાણકારી રાખતા એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ‘ટાઉન પ્લાનિંગ અને ઝોનિંગમાં ઘણો સમય જાય છે જેના કારણે આ પ્રોજેક્ટમાં મોડું થઈ રહ્યું છે. પૂરતા અભ્યાસ વગર NIMZની શરતોનું પાલન કર્યા વગર બનાવવામાં આવેલ પ્લાનિંગને હવે ફરીથી બદલવા પડશે જેના કારણે મોડું થઈ રહ્યું છે. સપ્ટેમ્બર 2017માં આ પ્રોજેક્ટ માટે NIMZનું પ્રિન્સિપલ એપ્રુવલ મળી ગયું છે પરંતુ હજુ સુધી અંતિમ એપ્રુવલ આવ્યું નથીNIMZ સ્ટેટસ માટે જે તે વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટક્ચર સાથે, ઝોનિંગ આધારીત જમીનનો ઉપયોગ, ક્લિન અને એનર્જી એફિશિયન્ટ ટેક્નોલોજી, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ ડેવલોપમેન્ટ ફેસિલિટીઝ વગેરે શરતો પૂરી કરવી પડે છે. જ્યારે આ માટે સેન્ટર વાયેબિલિટી ગેપ ફંડિંગ પ્રોવાઇડ કરે છે. જેના દ્વારા રાજ્ય સરકાર લાંબા ગાળા માટે સોફ્ટ લોન લેવામાં મદદ મળે છે. તેમજ SEZની જેમ જ NIMZમાં પણ અનેક આર્થિક અને બીજા બેનેફિટ્સ મળે છે.