આ પ્રક્રિયામાં માતા-પિતાના 99.8% તથા એક અન્ય મહિલાના 0.1% ડીએનએનો ઉપયોગ કરાયો હતો
માઈટોકોન્ડ્રિયલ ડોનર ટ્રીટમેન્ટ (MDT) ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો
બ્રિટનમાં પ્રથમ સુપર બેબી જન્મ્યો છે. વૈજ્ઞાનિક ટેક્નોલોજીની મદદથી જન્મેલા આ બાળકમાં ત્રણ લોકોના ડીએનએ છે. આ પ્રક્રિયામાં માતા-પિતાના 99.8% તથા એક અન્ય મહિલાના 0.1% ડીએનએનો ઉપયોગ કરાયો હતો. તેના માટે માઈટોકોન્ડ્રિયલ ડોનર ટ્રીટમેન્ટ (MDT) ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો.
ઘાતક રોગથી બચાવે છે
MDT ટેક્નોલોજી નવજાત બાળકોને થતા ખતરનાક અને અસાધ્ય આનુવંશિક રોગ માઈટોકોન્ડ્રિયલથી બચાવશે. બ્રિટનમાં અનેક બાળકો આ રોગ સાથે જન્મી રહ્યા છે. આ રોગ જન્મના અમુક દિવસ કે કલાકોમાં ઘાતક સાબિત થઈ શકે છે. આ રોગ જન્મ આપનાર માતાથી બાળકમાં આવે છે.
વ્યક્તિત્વ માતા-પિતા જેવું જ હશે
બાળક પાસે તેના માતા-પિતાનું ન્યૂક્લિયર ડીએનએ હશે. તે વ્યક્તિત્વ તથા આંખના રંગ જેવી વિશેષતાઓથી માતા-પિતા જેવો જ લાગશે. MDT ટેક્નોલોજીની મદદથી અમેરિકામાં 2016 માં એક બાળક જન્મ્યો હતો. ત્યારે જોર્ડનના એક પરિવારે અહીં તેનાથી બાળકને જન્મ આપ્યો હતો.
MDT છે શું?
MDTમાં એક સ્વસ્થ મહિલા ડૉનરના ઈંડાથી ઉત્તક લઈને આઈવીએફ ભ્રૂણ તૈયાર કરાય છે. આ ભ્રૂણમાં જૈવિક માતા-પિતાના સ્પર્મ અને એગના માઈટોકોન્ડ્રિયાને મિશ્ર કરાય છે. જો જન્મના સમયે જેનેટિક મ્યૂટેશનને લીધે માઈટોકોન્ડ્રિયાને કોઈ નુકસાન થાય તો બાળકનો સારી રીતે વિકાસ થતો નથી. આ ભ્રૂણ જેના ગર્ભમાં ઉછરે છે તેની બીમારીઓથી સુરક્ષિત રહે છે.