ભારતના જિયોસ્ટેશનરી કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT 7Aને આજે એટલે કે બુધવારે લોન્ચ કરવામાં આવ્યુ. આ સેટેલાઈટને શ્રીહરિકોટા ખાતેથી GSLV F11 વડે લોન્ચ કરવામાં આવ્યુ. આ સેટેલાઈટ સાંજે 4 કલાક અને 10 મિનિટએ લોન્ચ કરાયુ. તેના માટેની તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.
જીસેટ 7એ સેટેલાઈટનું વજન અંદાજે 2,250 કિલોગ્રામ છે. ઈસરોના જણાવ્યાનુસાર તેનું નિર્માણ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે રે ઈસરોએ જ કર્યું છે. તે ભારતીય કેયૂ બેન્ડના ઉપયોગકર્તાઓને સંચાર ક્ષમતા પ્રદાન કરશે. આ સેટેલાઈટ વાયુસેનાને સમર્પિત હશે અને તે વાયુ શક્તિને વધારે મજબૂત બનાવશે. GSLV F11 જીસૈટ 1એને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર આર્બિટમાં છોડશે અને તેને ઓનબોર્ડ પ્રણોદન પ્રણાલીનો ઉપયોગ કરી ફાઈનલ જિયોસ્ટેશનરી ઓર્બિટમાં સ્થાપિત કરશે.
મહત્વપૂર્ણ છે કે ઈસરોએ ભારતના સૌથી ભારે સેટેલાઈટ જીસેટ 11ને એરિયનસ્પેસ રોકેટની મદદથી સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. ઈસરોના પ્રમુખ સિવનએ તેના સફળ પ્રક્ષેપણ બાદ જણાવ્યું હતું કે, ભારત દ્વારા બનાવાયેલું અત્યાર સુધીનું સૌથી ભારે અને સૌથી શક્તિશાળી ઉપગ્રહને એરિયન 5ના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જીસેટ 11 ભારતની સૌથી શ્રેષ્ઠ અંતરિક્ષ સંપત્તિ છે.
અંદાજે 5854 કિલો વજનના જીસેટ 11નું નિર્માણ ઈસરોએ કર્યું છે. ઈસરો દ્વારા બનાવાયેલો આ સૌથી ભારે ઉપગ્રહ છે. જીસેટ 11 આગામી પેઢીનો ‘હાઈ થ્રોપુટ’ માટેનો સંચાર ઉપગ્રહ છે. આ ઉપગ્રહ આગામી 15 વર્ષથી વધારે સમય સુધી કામ આપશે.