કોરેગાંવ-ભીમ હિંસા મામલે ધરપકડ કરાયેલાં 5 માનવાધિકાર કાર્યકર્તાઓની તત્કાલ મુક્તી અને તેમની ધરપકડ મામલે SIT તપાસની માગવાળી ઈતિહાસકાર રોમિલા થાપર અને અન્યની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવતાં SIT તપાસ નહીં થાય તેમ જણાવી તમામ પાંચેય કાર્યકર્તાઓને વધુ 4 અઠવાડીયા સુધી નજરકેદ રાખવાના આદેશ આપ્યાં છે.ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુ઼ડની બેંચે 20 સપ્ટેમ્બરે બંને પક્ષોના વકીલની દલીલ સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન વરિષ્ઠ અધિવક્તા અભિષેક મનુ સિંઘવી, હરીશ સાલ્વે અને અતિરિક્ત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતપોતાની દલીલ રજૂ કરી હતી.
બેંચે મહારાષ્ટ્ર પોલીસને આ મામલે ચાલી રહેલી તપાસ સંબંધિત કેસ ડાયરી રજૂ કરવાનું કહ્યું હતું. પાંચ કાર્યકર્તા વરવરા રાવ, અરૂણ ફરેરા, વરનોન ગોન્ઝાલ્વિસ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખા 29 ઓગસ્ટથી પોત પોતાના ઘરમાં નજર કેદ છે.
રોમિલા થાપર, અર્થશાસ્ત્રી પ્રભાત પટનાયક અને દેવકી જૈન, સમાજશાસ્ત્રના પ્રોફેસર સતીશ દેશપાંડે અને માનવાધિકારો માટે વકીલાત કરનારા માઝા દારુવાલા તરફથી અરજી દાખલ કરી આ ધરપકડના સંદર્ભમાં સ્વતંત્ર તપાસ અને કાર્યકર્તાઓની તત્કાલ મુક્તી માટેની માગ કરવામાં આવી છે.
શું ભીમા-કોરેગાંવની ઘટના?
– ગત વર્ષે 31 ડિસેમ્બેર અલ્ગાર પરિષદના સંમેલન પછી રાજ્યના ભીમા-કોરેગાંવમાં હિંસકીય ઘટના બાદ દાખલ એક FIRના સંબંધ મહારાષ્ટ્ર પોલીસે આ પાંચ લોકોની 28 ઓગસ્ટે ધરપકડ કરી હતી.
– સુપ્રીમ કોર્ટે 19 સપ્ટેમ્બર કહ્યું હતું કે આ મામલા પર પૈની નજર બનાવી રાખશે કેમકે માત્ર અનુમાનના આધારે આઝાદીની બલિ ન ચડાવી શકાય.
– વરિષ્ઠ અધિવક્તા આનંદ ગ્રોવર, અશ્વિની કુમાર અને વકીલ પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો કે આ સમગ્ર મામલો ઉપજાવેલો છે અને પાંચેય કાર્યકર્તાની આઝાદીના સંરક્ષણ માટે પર્યાપ્ત સુરક્ષા આપવી જોઈએ.
– સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે જો સાક્ષ્ય ઉપજાવેલું લાગશે તો કોર્ટ આ સંદર્ભે SIT તપાસના આદેશ આપી શકે છે