– ઈન્ટરનેટનો વધતો વ્યાપ, સ્માર્ટફોનનો ઉપયોગ અને સસ્તા ડેટા પ્લાન જેવા પરિબળોને કારણે ગેમિંગ ઉદ્યોગનો ઝડપી વિકાસ
ભારતમાં ઓનલાઈન ગેમિંગનો વ્યાપ દિવસેને દિવસે કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ઈન્ડસ્ટ્રીના પ્લેયર્સ વધવાની સાથે ગ્રાહક બજારમાં પણ મોટાપાયે વધારો જોવા મળી રહ્યો છે. અર્ન્સ્ટ એન્ડ યંગ અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે.
ભારતીયો ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન ગેમિંગ પર ફિલ્મો કરતા વધુ ખર્ચ કરે તેવી અપેક્ષા છે. અભ્યાસમાં ઓનલાઈન ગેમિંગની વધતી જતી લોકપ્રિયતાને તથા ભારત અને ઉપભોક્તા ખર્ચના સંદર્ભમાં પરંપરાગત મનોરંજન ક્ષેત્રોને આગળ વધારવાની તેની ક્ષમતાને હાઈલાઈટ કરવામાં આવી છે.
અહેવાલ મુજબ ઈન્ટરનેટનો વધતો વ્યાપ, સ્માર્ટફોનનો ઉપયોગ અને સસ્તા ડેટા પ્લાનની ઉપલબ્ધતા જેવા પરિબળોને કારણે ભારતમાં ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને વધુ ભારતીયો ઓનલાઈન ગેમિંગનું મનોરંજન અપનાવી રહ્યા છે.
૨૦૨૫ સુધીમાં ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગના ઉપભોક્તા ખર્ચને વટાવી જશે. ખર્ચની પદ્ધતિમાં આ ફેરફાર ભારતીય ગ્રાહકોની બદલાતી પસંદગીઓ અને ડિજિટલ વપરાશની આદતોને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં ઓનલાઈન ગેમિંગનો ઉદય થયો છે. ઉપભોક્તા ખર્ચમાં ફિલ્મો જેવા મનોરંજનના પરંપરાગત સ્વરૂપોને આગામી બે વર્ષમાં વટાવશે.
ઓનલાઈન ગેમિંગનો વિકાસ માત્ર મેટ્રોપોલિટન વિસ્તારો પૂરતો મર્યાદિત નથી પરંતુ તે ટાયર-૨ અને ટાયર-૩ શહેરો સુધી વિસ્તરી રહ્યો છે. સંતુલિત અને સુરક્ષિત ગેમિંગ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ઈન્ડસ્ટ્રીના હિસ્સેદારો, પોલિસી નિર્માતાઓ અને ગેમિંગ પ્લેટફોર્મ માટેની સુચારૂં ગાઈડલાઈન સ્થાપિત કરવા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે.
ફિલ્મેડ એન્ટરટેઈનમેન્ટ સેગમેન્ટની ૨૦૧૯ પ્રી-પેન્ડેમિક આવક રૂ. ૧૯,૧૦૦ કરોડ હતી. તે સમયે ઓનલાઈન ગેમિંગની આવક રૂ. ૬૫૦૦ કરોડ હતી એટલેકે મૂવી જગતની આવક લગભગ ત્રણ ગણી હતી.
રોગચાળાને કારણે મૂવી ઈન્ડસ્ટ્રીની આવકમાં ૬૨ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૨૩માં રૂ. ૧૯,૪૦૦ કરોડની આવક સાથે કોરોના રોગચાળા પૂર્વે પહોંચવાનો થવાનો અંદાજ છે.