84 Lakh WhatsApp Acount Banned: દેશના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે દેશના આશરે 84 લાખ એકાઉન્ટ બેન કરી દીધા છે. વોટ્સએપની મૂળ કંપની મેટાએ ફક્ત એક મહિનામાં જ આ કાર્યવાહી કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે, તેમના પ્લેટફોર્મનો ઉપયોગ સ્કેમ માટે કરવામાં આવી રહ્યો હતો, જેથી કરીને કંપનીએ આ શંકાસ્પદ એકાઉન્ટ બેન કરી દીધાં છે. વોટ્સએપને ઘણાં યુઝર્સે આ પ્રકારના સ્કેમની જાણકારી આપી હતી અને પ્લેટફોર્મ પર આ પ્રકારની ફરિયાદ મળી રહી હતી.
કંપનીની તરફથી રજૂ કરવામાં આવેલા ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, યુઝરની સુરક્ષા માટે મેટાએ આશરે 84,58,000 વોટ્સએપ એકાઉન્ટ બેન કરી દીધા છે. આ કાર્યવાહી માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 4(1)(d) અને 3A(7) નું પાલન કરવા માટે કરવામાં આવી છે. સતત મળી રહેલી ફરિયાદો બાદ વોટ્સએપે દેખરેખ વધારી દીધી હતી અને જે ખાતા શંકાસ્પદ જણાયા, તેને કંપનીએ બેન કરી દીધાં છે.
એક મહિનો થઈ કાર્યવાહી
કંપની રિપોર્ટ મુજબ જાણવા મળ્યું કે, મેટાએ 1 થી 31 ઓગસ્ટની વચ્ચે આ તમામ એકાઉન્ટ બેન કરી દીધું છે. તેમાંથી 16.61 લાખ એકાઉન્ટને તાત્કાલિક બંધ કરી દેવાયા હતાં, જોકે બાકીનાની તપાસ બાદ શંકાસ્પદ જણાતા બેન કરવામાં આવ્યા. કંપનીએ 16 લાખથી વધારે એકાઉન્ટને યુઝરની ફરિયાદ વિના જ બંધ કરી દીધાં, કારણકે દેખરેખ દરમિયાન તેમના ખોટા ઉપયોગની વાત સામે આવી હતી.
કંપનીને મળી 10 હજારથી વધુ ફરિયાદ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, કંપનીને ઓગસ્ટ, 2024માં યુઝર તરફથી 10,707 ફરિયાદ મળી હતી. તેમાંથી કંપનીને 93 સામે કડક પગલાં લીધા હતાં. આ સિવાય ઈમેલ અને અન્ય માધ્યમોથી મળેલી ફરિયાદોની પણ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી. કંપનીનું કહેવું છે કે, તેમાંથી મોટાભાગના એકાઉન્ટ સ્કેમ અને શોષણ સાથેની ફરિયાદના હતાં.
આ કારણોથી બેન થઈ જાય છે એકાઉન્ટ
જો કોઈ યુયઝર બલ્ક મેસેજ વધારે મોકલે છે અથવા સ્પામ અથવા છેતરપિંડી અથવા ખોટી સૂચના શેર કરવા અથવા અફવા ફેલાવવામાં તેનો ઉપયોગ કરે છે તો તેનું એકાઉન્ટ બેન કરી દેવામાં આવે છે.
જો કોઈ યુઝર ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરે તો વોટ્સએપન ઉપયોગ શંકાસ્પદ કાર્યોમાં કરે છે તો તેનું એકાઉન્ટ બેન થઈ જશે.
કોઈ યુઝર સામે જો કોઈ વ્યક્તિએ વોટ્સએપસ પર ફરિયાદ કરી અથવા તેનું શોષણ કરવાનો પ્રયાસ કરે છે તો તપાસ બાદ આવા યુઝરનું એકાઉન્ટ બેન થઈ શકે છે.