Saturday, April 19, 2025
HomeGujaratAhmedabadશિવપૂજાની 10 સરળ વિધિ; શિવજીને અતિપ્રિય શ્રાવણમાં સારા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ અને...

શિવપૂજાની 10 સરળ વિધિ; શિવજીને અતિપ્રિય શ્રાવણમાં સારા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ અને યોગ ટિપ્સ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ : 29 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો છે. આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે. આવનાર 103 દિવસમાં એટલે 8 નવેમ્બર 2022 (કારતક પૂનમ) સુધી 73 મોટા વ્રત અને ઉત્સવ ઉજવાશે. શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઇને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્ત્વ છે. શિવપુરાણ કહે છે કે આ મહિનો શ્રવણ કરવાનો એટલે સાંભળવાનો છે, એટલે તેનું નામ શ્રાવણ છે. આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે. શ્રાવણ ફેરફારનો મહિનો પણ છે. જેઠ અને અષાઢની ગરમી પછી વરસાદ શરૂ થાય છે. આયુર્વેદમાં શ્રાવણને યોગ-ધ્યાનનો મહિનો કહેવામાં આવે છે. આ દિવસોમાં ખાનપાનથી લઇને આપણે કસરત કરવાની રીતમાં પણ ફેરફાર કરવો જોઈએ. શ્રાવણમાં અન્ય દેવી-દેવતાઓની સરખામણીમાં શિવજીની પૂજા સૌથી વધારે કરવામાં આવે છે. આ આખો મહિનો જ શિવજીને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી. તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયા અને દેવીની ઇચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું. શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના બે ખાસ કારણો પણ છે. પહેલું, આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું. બીજું, દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે દેવી પાર્વતી પત્ની સ્વરૂપે મળ્યાં હતાં. શિવ પુરાણની વિદ્યેશ્વરસંહિતાના અધ્યાય 16માં શિવજી કહે છે કે મહિનામાં શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં શ્રવણ નક્ષત્રમાં પૂનમ રહે છે. આ કારણે આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સૂર્ય મોટાભાગે કર્ક રાશિમાં રહે છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય છે, તે સમયે કરવામાં આવતી શિવપૂજા જલ્દી સફળ થાય છે.આ પરંપરાની પાછળ સમુદ્ર મંથનની કથા છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્રને મથવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પહેલાં હલાહલ વિષ બહાર આવ્યું હતું, જેને શિવજીને પી લીધું હતું. આ વિષને ભગવાને ગળામાં ધારણ કર્યું, જેના કારણે તેમનો કંઠ વાદળી થઈ ગયો હતો. વિષના કારણે શિવજીના શરીરમાં ગરમી વધી ગઈ હતી. આ ગરમીને શાંત કરવા માટે શિવલિંગ ઉપર ઠંડા પાણીની ધારા ચઢાવવામાં આવે છે.શ્રાવણથી કારતક મહિનાના 103 દિવસોમાં 73 દિવસ એવા રહેશે, જ્યારે મોટા વ્રત અને પર્વ ઉજવાશે. શ્રાવણમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી. ભાદરવામાં કેવડા ત્રીજ, 10 દિવસ ગણેશ ઉત્સવ, પૂનમ અને 15 દિવસ શ્રાદ્ધ રહેશે. આસો મહિનામાં 9 દિવસ નવરાત્રિ, દશેરા, શરદ પૂનમ, કડવા ચોથ, પુષ્ય નક્ષત્ર, 5 દિવસ દિવાળી, દેવઊઠી એકાદશી ઉજવાશે. કારતક મહિનામાં દેવ દિવાળી ઉજવાશે. આ પર્વ સાથે જ ચારેય મહિનામાં એકાદશી, ચોથ, પ્રદોષ અને અન્ય ખાસ તિથિઓ પણ રહેશે. આ પ્રકારે શ્રાવણથી કારતક મહિના સુધી અનેક મોટા વ્રત અને પર્વ રહેશેશ્રાવણમાં આપણાં પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે ખાનપાનનં ખાસ ધ્યાન રાખવું. આ મહિનામાં વ્રત-ઉપવાસ કરવા જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ અનાજ છોડીને માત્ર ફળાહાર કરવો જોઈએ. મોટાભાગે લોકો શ્રાવણના દરેક સોમવારે ઉપવાસ રાખે છે. આયુર્વેદના ગ્રંથ ચરક સંહિતના સૂત્રસ્થાનમ અધ્યાયમાં વ્રત-ઉપવાસ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આયુર્વેદમાં રોગોનો ઉપચાર 6 રીતે થાય છે. લંઘન. બૃંહણ, રૂક્ષણ, સ્નેહન, સ્વેદન અને સ્તંભન. આ 6 વિધિઓમાં લંઘન ખૂબ જ ખાસ છે. લંઘનના પણ દસ પ્રકાર છે. જેમાં 10 પ્રકારના ઉપવાસ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. ઉપવાસથી પેટને લગતી અનેક બીમારીઓ દૂર થાય છે.શ્રાવણમાં વાતાવરણ એવું રહે છે કે આપણું મન તે વસ્તુઓ તરફ વધારે લલચાય છે જે આપણાં સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તળેલું, મસાલેદાર ભોજન વરસાદના વાતાવરણમાં ખૂબ જ સારું લાગે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન આવું ભોજન સરળતાથી પચતું નથી અને આપણે તેના કારણે બીમાર થઈ શકીએ છીએ. એટલે ભોજનમાં સરળતાથી પચાવી શકાય તેવાં જ ખ ાદ્ય પદાર્થને સામેલ કરો. બહારનું ભોજન ખાવું નહીં. સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું.શ્રાવણમાં રોજ સવારે સૂર્યનમસ્કાર કરો.
પવનમુક્તાસન, પાદહસ્ત આસન, સેતુબંધાસન, ધનુરાસન, ભુજંગાસન કરો. કપાલભાતિ પ્રાણાયમ કરો. શ્રાવણ અને વરસાદના દિવસોમાં અનેક દિવસો સુધી સૂર્યનો તડકો આપણાં સુધી પહોંચી શકતો નથી. જેના કારણે વાદળોમાંથી વરસતું પાણી અને જમીનમાંથી બહાર આવતા બાફના કારણે વાત રોગ એટલે ગેસને લગતી બીમારીઓ વધારે થાય છે. આ દિવસોમાં આપણું પાચન પણ નબળું રહે છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here