PM મોદી હિંમતનગર પહોંચ્યા, સાબરડેરીમાં પાવડર પ્લાન્ટ અને ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ, 20 મહિલાઓ સાથે વાર્તાલાપ શરૂ કર્યો

0
10
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, C.R પાટીલ સહિતના નેતાઓ હાજર રહેશે
પાવડર પ્લાન્ટના કોન્ફરન્સ હોલ ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે 10 મિનીટ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પશુપાલનને લઈને વાર્તાલાપ કરશે

સાબરકાંઠા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબરડેરીએ આવી પહોંચ્યા હતા. PM મોદી હેલિપેડ પર આવી પહોંચ્યા હતા અને કારમાં સાબરડેરી જવા રવાના થયા હતા. વડાપ્રધાને સાબરડેરી પહોંચી દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને 20 મહિલાઓ સાથે વાર્તાલાપ શરૂ કર્યો હતો. સાથે જ વડાપ્રધાન પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનાર ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે.પાવડર પ્લાન્ટના કોન્ફરન્સ હોલ ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે 10 મિનીટ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પશુપાલનને લઈને વાર્તાલાપ કરશે. ત્યારબાદ ગઢોડા પાસે પહોંચી પશુપાલક મહિલાઓને સંબોધન કરશે. તો ત્રણ સુકન્યા બાળકીઓનું,પાચ પશુપાલકોનું સન્માન કરવામાં આવશે. સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે.