આધાર કાર્ડ અનિવાર્ય છે કે નહીં આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો
આપ્યો સૌથી પહેલાં જસ્ટિસ સીકરીએ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. તેઓએ પોતાના સહિત ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ખાનવિલકર તરફથી ચુકાદો સંભળાવ્યો. પોતાના ચુકાદામાં તેઓએ કહ્યું કે આધાર કાર્ડ સામાન્ય માણસની ઓળખ છે,તેના પરનો હુમલો બંધારણની વિરૂદ્ધમાં છે.
ચુકાદો વાંચતા જસ્ટિસ એકે સીકરીએ કહ્યું કે, એવું જરૂરી નથી દરેક વસ્તુ બેસ્ટ હોય, કંઈક અલગ પણ હોવું જોઈએ. આધાર કાર્ડ છેલ્લાં કેટલાંક વર્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે. જજે કહ્યું કે આધાર કાર્ડ ગરીબોની તાકાતનો ભાગ બન્યો છે, જેમાં ડુપ્લીકેસની સંભાવના નથી. તેઓએ કહ્યું કે આધાર કાર્ડ પર હુમલો કરવો એટલે કે લોકોના અધિકાર પર હુમલો કરવા બરાબર છે. જસ્ટિસ સીકરીએ કહ્યું કે શિક્ષા આપણને અંગુઠાથી હસ્તાક્ષર સુધી લઈ ગઈ, પરંતુ ટેકનિક ફરી એક વખત આપણને અંગુઠા તરફ લઈ જાય છે. જજે કહ્યું કે આધાર બનાવવા માટે જે પણ ડેટા લેવામાં આવી રહ્યો છે તે ઘણો જ ઓછો છે, તેની તુલનાએ જે કંઈપણ ફાયદો મળી રહ્યો છે તે ઘણો જ ઓછો છે. જસ્ટિસ એકે સીકરી પછી જસ્ટિસ ચંદ્રચુડે પોતાનો ચુકાદો સંભળાવ્યો. તેઓએ કહ્યું કે આધાર એક્ટને કોઈ મની બિલ તરીકે પાસ ન કરી શકાય. તેઓએ કહ્યું કે સરકાર અવૈધ પ્રવાસીઓને આધાર કાર્ડ ન આપે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે આધાર કાર્ડ અંગતતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે, જેનાથી લોકો અને વોટર્સની પ્રોફાઈલિંગ થઈ શકે છે.
આધારની અનિવાર્યતા અંગે કોર્ટનો ચુકાદો
– સુપ્રીમ કોર્ટે કહ્યું કે 6થી 14 વર્ષના બાળકોને સ્કૂલમાં એડમિશન માટે આધાર કાર્ડ જરૂરી નથી. સુપ્રીમે કહ્યું કે આધાર ન હોવાની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને પોતાના અધિકાર લેવા માટે ન રોકી શકાય.
– સુપ્રીમ કોર્ટે કહ્યું કે, CBSE, NEET, UGC જો આધારાને જરૂરી બનાવે છે તો તે ખોટું છે તેઓ આવું ન કરી શકે.
– કોર્ટે કહ્યું કે મોબાઈલ નંબર અને બેંક ખાતા સાથે આધાર લિંક કરવું ગેર બંધારણીય છે.
– સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવકવેરા રિટર્ન ભરવા માટે તેમજ પાન કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે.
– સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારે આધાર કાર્ડ માટે કોઈ જ તૈયારી કરી ન હતી. કોર્ટે કહ્યું કે આધાર એક્ટમાં એવું કંઈ જ નથી કે જેનાથી કોઈની અંગતતા પર સવાલો ઊભા થાય
– કોર્ટે કહ્યું કે કોઈપણ ખાનગી કંપની હવે આધાર કાર્ડ ન માંગી શકે.
38 દિવસ સુધી ચાલી હતી સુનાવણી
– સુપ્રીમ કોર્ટમાં આ મામલે 10 મેનાં રોજ સુનાવણી પૂરી કરી હતી. આધારની અનિવાર્યતા અંગેની સુનાવણી 17 જાન્યુઆરીએ શરૂ થઈ હતી જે 38 દિવસ સુધી ચાલી હતી. આધારથી કોઈની અંગતતા પર અસર થાય છે કે નહીં, તેની અનિવાર્યતા અને કાયદેસરતાના મુદ્દે 5 જજની બંધારણીય બેંચ પોતાનો ચુકાદો સંભળાવી રહી છે.
– ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એકે સીકરી, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણના 5 જજની બંધારણીય બેંચે આ મામલાની સુનાવણી કરી.
આધાર પર ચુકાદો આવવા સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોની અન્ય યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક લગાવવામાં આવી છે. જેમાં મોબાઈલ સિમ અને બેંક ખાતાઓ પણ સામેલ છે.