રાજકોટની બાન લેબની સેસા બ્રાન્ડ 1600 કરોડથી વધુમાં વેચાઇ હોવાની ચર્ચા

0
76
/news/SAU-RJK-HMU-LCL-rajkot-ban-lab-sesa-brand-sold-in-1600-core-discussion-gujarati-news-5964285-NOR.html?r
/news/SAU-RJK-HMU-LCL-rajkot-ban-lab-sesa-brand-sold-in-1600-core-discussion-gujarati-news-5964285-NOR.html?r

રાજકોટમાં બાન લેબની પ્રખ્યાત સેસા બ્રાન્ડ 1600 કરોડથી વધુમાં વેચાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક ચર્ચા મુજબ સેસા બ્રાન્ડનો 1600 કરોડથી વધુમાં સોદો થઇ ગયો છે. સેસા બ્રાન્ડ સિવાય અન્ય પ્રોડક્ટ વેચાઇ નથી અને સેસા બ્રાન્ડમાં બાન લેબના મેનેજિંગ ડાયરેક્ટર મૌલેશભાઇ પટેલનો 25 ટકા હિસ્સો રહેશે. એક ચર્ચા મુજબ બેંકનો પહેલો હપ્તો પણ ચૂકવાઇ ગયો છેઆ અંગે મેનેજીંગ ડાયરેક્ટર મૌલેશભાઇ પટેલનો સંપર્ક કરતા તેમનો ફોન બંધ આવતો હોવાથી સત્તાવાર પુષ્ટી થઇ શકી નથી. બેંગ્લોર અને મુંબઇ ખાતે હેડક્વાર્ટર ધરાવતી ટ્રુ નોટ કંપની સાથે સોદો કર્યાનું જાણવા મળ્યું છે. સેસાની 12થી 14 નેઇમની પ્રોડક્ટોના માત્ર નામ જ 1600 કરોડથી વધુમાં વેચાયાની ઘટના સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ છે. ટ્રુ નોટ કંપની ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રની મોટી પ્રાઇવેટ ઇક્વીટી કંપની છે.

11 હજારથી બાન લેબની શરૂઆત થઇ હતી, આજે તેનું વાર્ષિક ટર્નઓવર 350 કરોડથી વધુનું છેબાન લેબના મેનેજીંગ ડાયરેક્ટર મૌલેશ પટેલની સૌરાષ્ટ્રના સાહસિક ઉદ્યોગપતિઓમાં ગણના થાય છે. 11 હજારથી બાન લેબની શરૂઆત થઇ હતી. આજે તેનું વાર્ષિક ટર્નઓવર 350 કરોડથી વધુનું છે. સેસા તેલથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. બાન લેબ સેસા તેલ સહિત અનેક આયુર્વેદિક બ્યુટી, હેર, સ્કિનની સંખ્યાબંધ પ્રોડક્ટ બનાવે છે. બાન લેબના એમડી એટલે મૌલેશ પટેલ અને તેમના પિતા ડાયાભાઈ બાન લેબના ચેરમેન છે.ડાયાભાઈને ખેતી સાથે અનોખો નાતો છે. જૂનાગઢ નવાબ સાથે નજીકના સંબંધો રહેલા છે. દાયકા પહેલા ગામડે ખેતી હતી ત્યારે ગામમાં કોઈ બીમાર થાય તો વૈદ્યને બોલાવાતાં. ખેડૂત જીવને કારણે ડાયાભાઈને થોડી સમજ હતી એટલે વૈદ્યને મદદરૂપ થતાં.

1963માં મૌલેશ પટેલના પિતાએ રાજકોટમાં આરોગ્ય ભવન નામનું દવાખાનું શરૂ કર્યું હતું

ડાયાભાઇ ધીમે ધીમે ઔષધ બનાવવા લાગ્યા અને 1963માં ડાયાભાઈ રાજકોટ આવ્યા ત્યારે આરોગ્ય ભવન નામે દવાખાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં કબજીયાત અને હેર ઓઈલ બનાવતાં. ધીમે ધીમે પ્રોડક્ટ જામવા લાગી અને ફળસ્વરૂપે કંપનીમાં પરિવર્તિત થઈ. મૌલેશભાઈનો પરિવાર પણ સેસા હેર ઓઈલ સિવાય કોઈ અન્ય પ્રોડક્ટ વાપરતાં નથી. તેલ એકદમ શાસ્ત્રોક્ત વિધિથી બનાવવામાં આવે છે અને તેમાં અલગ અલગ પ્રકારની 18 જાતના ઓશડીયા વાપરવામાં આવે છે. દેશ-વિદેશમાં સેસા ઓઈલે નામના મેળવી છે.